સેંકડો વર્ષો પહેલા લખાય મહાભારતની વાતો આજે પણ સાચી સાબિત થઈ છે.મહાભારતના મહત્વ એક મહાન કવિતા હોવાથી નથી પરંતુ આ મહાભારતના જે વાક્યો તે દરેક યુગમાં સાચા સાબિત થતા આવ્યા છે.
મહાભારતના આ મહાન વાક્યો આ પ્રમાણે છે.
1. દરેક કુરબાની આપી પોતાનું કર્તવ્ય નિભાવવું.
પોતાના પરિવારજનો વિરુદ્ધ યુદ્ધ કરી અર્જુન પહેલા અનિશ્ચિત હતા. પરંતુ ભગવાન કૃષ્ણના ગીતા ઉપદેશ દરમિયાન તેમણે પોતાના કર્તવ્ય પોતાના ક્ષત્રિય ધર્મ ની યાદ અપાવી. કૃષ્ણે અર્જુનને કહ્યું કે ધર્મનું પાલન કરવા માટે જો તારે તારા પરિવારજનો વિરુદ્ધ લડવું પડે તો પાછું નહીં પડવું. કૃષ્ણ થી પ્રેરિત થઈ અર્જુને બધી આશંકાઓ થી મુક્ત થઈ પોતાના યોદ્ધાઓ હોવાના ધર્મનું પાલન કર્યું.
2. દરેક હાલતમાં દોસ્તી નિભાવતી.
કૃષ્ણ અને અર્જુનની દોસ્તી દરેક યુગમાં એક અદા હરણ ના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે.તેમજ કૃષ્ણનું નિસ્વાર્થ સમર્થન અને પ્રેરણા જ હતી જેના દ્વારા પાંડવો કૌરવો સામે યુદ્ધ જીતી શક્યા. શ્રીકૃષ્ણ દ્રૌપદીના ની ઈજ્જત ક્યારે બચાવી જ્યારે તેમના પતિઓ તેને જુગાર માં હારી ગયા હતા. કર્ણ અને દુર્યોધનની દોસ્તી પણ કંઈ ઓછી પ્રેરણાદાયક નથી.કુંતી પુત્ર કર્ણ પોતાના દોસ્ત દુર્યોધન માટે પોતાના બધા ભાઈઓ સામે લડ્યો હતો.
3. અધૂરું જ્ઞાન ખતરનાક હોય છે.
અર્જુન પુત્ર અભિમન્યુ ની તો આપણને ખબર જ છે.તે આપણને શીખવાડે છે કે અધૂરા જ્ઞાનથી કેવી મુશ્કેલીઓ સર્જાય છે.અભિમન્યુ એ તો જાણતો હતો કે ચક્રવ્યૂહમાં કેવી રીતે પ્રવેશ કરવો પરંતુ ચક્રવ્યૂહમાંથી બહાર કઈ રીતે કરવું તેની જાણકારી તેને હતી નહીં. આ અધૂરું જ્ઞાન હોવાને લીધે તેની કિંમત તરીકે તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
4. લાલચમાં ક્યારેય ન ફસાવ.
મહાભારતનું કિષણ યુદ્ધ રોકી શકાતું હતું જો ધર્મરાજ યુધિષ્ઠિર લાલચમાં ન આવ્યા હોત. મામા શકુનિ એ જુગારમાં યુધિષ્ઠિર પાસે કંઈ જ રહેવા દીધું ન હતું.
5. બદલાની ભાવના ફક્ત વિનાશ જ નોતરે છે.
મહાભારતના યુદ્ધના મૂળમાં બદલા ની ભાવના છે. પાંડવોને બરબાદ કરવાની સનત ને લીધે ગૌરવ પાસેથી બધું જ લૂંટાઈ ગયું હતું. ત્યાં સુધી કે તેમના બધા છોકરાઓ પણ આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. સાથે-સાથે પાંડવો ના પાંચેય પુત્રો સહિત અર્જુન પુત્ર અભિમન્યુ પણ માર્યો ગયો હતો.