થોડા વર્ષો બાદ રોડ પર સ્ટ્રીટ લાઇટ લગાડવાની જરૂર નહીં પડે.રોડના કિનારે અને ડિવાઇડર પર એવા છોડ અને વૃક્ષો ઉગાડવામાં આવશે જે સાંજ થતાની સાથે જ પોતાની જાતે જ પ્રકાશ છે. આ સંભવ છે પરંતુ થોડા વર્ષોની રાહ જોવી પડશે. લંડનના વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં કેટલાક વૃક્ષો વિકસાવ્યા છે, જે ચમકી રહ્યા છે.
ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડન, એમારસી લંડન ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ અને પ્લાન્ટ નામની એક કંપની ના વૈજ્ઞાનિકોએ મળી આ છોડને તૈયાર કર્યો છે.
Scientists create glowing plants using mushroom genes https://t.co/pfT9n2unC0
— Guardian Science (@guardianscience) April 27, 2020
પ્લાન્ટની CEO અને વૈજ્ઞાનિક ડોક્ટર જણાવે છે કે અમે મશરૂમના જીન્સ વૃક્ષોને તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધા છે. હજુ તેની ચમક અને રોશની થોડી ઓછી છે. હાલમાં આ વૃક્ષોનો ઉપયોગ ઘરમાં નાઈટલેમ્પ રીતે ઉપયોગમાં લઇ શકાય છે.
ડોક્ટર કેરેન જણાવે છે કે ભવિષ્યમાં આ છોડમાં અમે વધારે બદલાવ કરીશું, જેથી આવનારા સમયમાં તે વધારે રોશની ઉત્પન્ન કરી શકે. જેથી તેનો ઉપયોગ સાર્વજનિક જગ્યા ઉપર થઈ શકે. દિવસે હવા સાફ થશે અને રાત્રે પ્રકાશ આપશે. તે પણ પ્રાકૃતિક સ્ત્રોતોમાંથી ઉર્જા લઇને.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news