1લી ઓગસ્ટથી બેંકને લગતા કામકાજ સંબંધી કેટલાય નિયમોમાં ફેરફાર થવા જે રહ્યો છે. આ ફેરફારોમાં બેંક એટીએમાંથી કેશ નીકાળવાના નિયમો, લોન મોરેટોરિયમ અને સેવિંગ એકાઉન્ટમાં ન્યૂનતમ બેલેન્સની મર્યાદા સહિત અન્ય કેટલીક વસ્તુઓમાં ફેરફાર કરવા જે રહી છે. 30 જૂન બાદ બેંકના ઘણા નિયમોમાં ફેરફાર થવાની શક્યતાઓ છે.
મીડિયા રિપોર્ટ મુજબ, પંજાબ નેશનલ બેંકે સેવિંગ એકાઉન્ટ પર મળનારા વ્યાજદરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. તેથી હવે 1 ઓગસ્ટથી બેંકના બચત ખાતા પર મહત્તમ 3.25 ટકા વાર્ષિક વ્યાજ મળશે. પીએનબીના સેવિંગ એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર 3 ટકા અને 50 લાખથી વધુના બેલેન્સ પર 3.25 ટકા વાર્ષિક વ્યાજદર પ્રમાણે વ્યાજ મળશે. આ પહેલા દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેંકે પણ સેવિંગ એકાઉન્ટ પર મળતા વ્યાજદરોમાં ઘટાડો કર્યો હતો.
ATMના નિયમોમાં થશે ફેરફાર:
લોકડાઉન અને કોરોનાના કારણે 1લી ઓગસ્ટથી ATMથી કેશ વિડ્રોલ મોંઘું થઈ જશે. કારણે કે, આ પહેલા કોરોના કાળમાં નાણામંત્રાલયે એટીએમથી કેશ વિડ્રોલ કરવા માટે બધા ટ્રાન્ઝેક્શન ચાર્જીસ હટાવી દીધા હતા. કોરોના સંકટમાં આ ચાર્જીસ હટાવી સરકારે લોકોને ત્રણ મહિના સુધી રાહત આપી હતી. પરંતુ હવે આ રાહત મર્યાદા 30 જૂન 2020ના રોજ સમાપ્ત થઈ રહી છે.
ન્યૂનતમ બેલેન્સના નિયમોમાં પણ ફેરફાર:
નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે કોઈ પણ બેંકમાં સેવિંગ એકાઉન્ટમાં સરેરાશ ન્યૂનતમ બેલેન્સ ફરજિયાત નથી. આ આદેશ એપ્રિલથી જૂન મહિના સુધી માટે હતો. એવામાં ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોવા પર લોકોએ કોઈ પણ પ્રકારના ચાર્જની ચુકવણી કરવાની નહોતી. પરંતુ હવે 30 જુલાઈના રોજ આ મર્યાદા સમાપ્ત થઈ રહી છે અને તેની સીધી અસર ગ્રાહકો પર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.