બ્રેડ થી અનેક ચીજો બની શકે છે પણ જો નાસ્તાની વાત હોય તો ખાસ કરીને સવારમા બ્રેડ ની વાનગીઓ ફટાફટ બની જતી હોવાથી તે ખાસ ઓપ્શન બની રહે છે. આ સમયે માર્કેટમાં મકાઇ મળી રહે છે અને તેની સાથે ચીઝ કોર્ન સેન્ડવીચ બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે.આ હેલ્થી હોવાની સાથે ટેસ્ટી પણ હોય છે.
આ સેન્ડવીચ બનાવવા માટે છ નંગ બ્રેડ ની સ્લાઈસ લો.1 કપ કોર્ન એટલે કે મકાઈ લો.1/2 કપ ચીઝ લો. મીઠું સ્વાદ અનુસાર લો અને 1/4 કપ કાળા મરીનો પાવડર અને 1/4 કપ ચીલી ફ્લેક્સ લો.એક કપ બટર લો.
સૌ પહેલા વાટકી લો અને તેમાં ચીઝ,કોર્ન,મીઠું,મરી પાવડર અને ચીલી ફ્લેક્સ ને મિક્સ કરી લો.હવે બ્રેડ ની સ્લાઈસ પર બટર લગાવો અને પછી તેની ઉપર આ મિશ્રણ ને સારી રીતે સ્પેડ કરી લો.ગેસ પર તવાને ગરમ કરો અને તેની પર બટર રાખો અને તેને થોડું ગરમ થવા દો. ગરમ થાય એટલે તમે તેની પર આ સેન્ડવિચને શકો છો. બંને તરફથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા ગેસ પર તેને શેકી લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.