Theft of ST Bus: અમદાવાદ વાહનચોરી એક અજીબ ઘટના ઘટી છે, જેમાં આખી એસટી બસ ચોરાઈ ગઈ છે. શહેરના કૃષ્ણનગર બસ(Theft of ST bus) ડેપોમાંથી એસટી બસ ચોરાઈ ગઈ હતી. બસની ચોરી થતા એસટી વિભાગ સાથે પોલીસ તંત્ર પણ તપાસમાં લાગ્યું હતું. આખરે દહેગામ પાસેથી આ બસ મળી હતી અને તેમાંથી એક માનસિક અસ્વસ્થ વ્યક્તિ મળી આવ્યો હતો.
કૃષ્ણનગર બસ ડેપોમાંથી એક એસ.ટી બસની ચોરી
અમદાવાદમાં એક રમૂજી પણ ચોંકાવી દે તેવી ઘટના ગુરુવારે બહાર આવી હતી. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનને એસ.ટી વિભાગ તરફથી જાણ કરાઇ હતી કે કૃષ્ણનગર બસ ડેપોમાંથી એક એસ.ટી બસની ચોરી થઇ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.પોલીસ દ્વારા કેસની ગંભીરતા જોતા તાત્કાલીક ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. બે કલાકની દોડધામ બાદ આરોપી દહેગામ નજીકથી બસ સાથે મળી આવતા એસટી વિભાગ તેમજ પોલીસે હાશકારો અનુભવ્યો હતો.
પોલીસ અને એસ.ટી વિભાગની સતત 2 કલાક સુધી તપાસ
બસ સ્ટેશનમાંથી આખે આખી બસની ચોરી થઇ હોવાની જાણ એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ થતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે પણ તપાસ શરુ કરી હતી. પોલીસ અને એસ.ટી વિભાગે સતત 2 કલાક સુધી તપાસ કરતાં આખરે દહેગામ પાસેથી ચોરાયેલી એસ.ટી બસ મળી આવી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ચોરી કરનાર યુવક માનસિક અસ્થિર હતો તેમજ પોલીસ હાલ તપાસ કરી રહ્યું છે કે કેવી રીતે ST બસને ડેપોમાંથી ચોરી કરી અને દહેગામ સુધી પહોંચ્યો.
પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી
ચોરાયેલી બસને આખરે એસ.ટી વિભાગને આપવામાં આવી હતી અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. જો કે નાની મોટી ચીજોની અવાર નવાર ચોરી થતી હોવાના બનાવો પ્રકાશમાં આવતાં હોય છે પણ આખે આખી એસ.ટી બસની ચોરી થાય તે વાત માનવા કોઇ તૈયાર ન હતું. જો કે આ પણ એક વાસ્તવિક્તા હતી. માનસિક અસ્વસ્થ વ્યક્તિ બસ ડેપોમાંથી બસ ચલાવીને જતો રહ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube