ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના, મહિલા બુટલેગરને પોલીસે કહ્યું અમને પૈસામાં નહીં તારા શરીરમાં રસ છે

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના એક પોલીસ સ્ટેશનની હદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ત્રણ સંતાન ધરાવતી વિધવા(Gir Somnath News) મહિલા બુટલેગર દારૂનો ધંધો કરતી હતી. પોલીસ તેનો હપ્તો વસૂલ કરવા આવતા અને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. મહિલાને વિવિધ જગ્યાએ બોલાવી ડરાવી ધમકાવી શારીરિક શોષણ કર્યાના ગંભીર આક્ષેપ સાથે પોલીસ અધિકારીને લેખિત રજૂઆત કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. અરજીને આધારે પોલીસે બે પોલીસકર્મી, એક હોમગાર્ડ સહિત 4 વિરુદ્ધ શારીરિક શોષણ અને હપ્તા લેતા હોવાની ફરિયાદ નોંધી હતી. આ તમામ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ત્રણેય એ મહિલા પાસે બીભત્સ માંગણી કરી અને શરીર સુખ માણ્યું
ગીર સોમનાથ પોલીસ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે, કારણ કે થોડા સમય પહેલા દીવ નજીક ચેક પોસ્ટ પર ACB ટ્રેપ થતા ઉનાના પીઆઈ ગૌસ્વામી અને ASI સહિત અન્ય એક વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો હતો અને ઉના પીઆઈ ગૌસ્વામી હજુ પણ ભૂગર્ભમાં છે, ત્યારે ગીર ગઢડા ના એક ગામમાં રહેતી એક વિધવા મહિલા એ સનસની ખેજ આરોપ સાથે ગીર ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વિધવા પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ બાળકોના ઉછેર માટે ગેરકાયદે ધંધો કર્યો હતો, જેના કારણે સલીમ નામનો પોલીસ કર્મી, મોહન મકવાણા જે પણ પોલીસ કર્મી છે અને એક સિવિલિયન જેનું નામ પરેશ છે આ ત્રણેયએ મહિલા પાસે બીભત્સ માંગણી કરી અને શરીર સુખ માણ્યું તેમજ આ મહિલાએ એક હોમગાર્ડના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. હનીફ નામનો હોંમગાર્ડ જેણે આ મહિલા પાસે અનેક વખત બીભત્સ માંગણી કરી હતી.

મહિલાએ જણાવી આપવીતી
પીડિતાએ જણાવ્યું હતું કે, મારો પતિ છેલ્લાં 7 વર્ષથી દારૂનો ધંધો કરતો હતો. જ્યાં સુધી મારો પતિ જીવતો હતો ત્યાં સુધી આ પોલીસવાળાઓની હિંમત નહોતી કે મારી ડેલીની અંદર પણ આવે. મારા પતિના મોત બાદ હું દારૂનો ધંધો કરવા લાગી. આ પોલીસવાળા દારૂનો હપ્તો તો લેતા જ સાથે સાથે મારી વાડીમાં આવીને ધોળા દિવસે મારી સાથે વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા હતા અને હું વર્ણવી પણ ન શકું એવી હરકતો કરતા હતા.

ચાર પોલીસકર્મીઓએ મહિલા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, પીડિત મહિલા ઉનાના ASP જીતેન્દ્ર અગ્રવાલ પાસે પહોંચી હતી. ત્યાં મહિલાએ PSI આર.એચ. સુવા સમક્ષ પોતાના પર જે વીત્યું હતું તે જણાવ્યું હતું. સાત વર્ષ પહેલાં આ મહિલા બુટલેગરે એક બુટલગર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેથી પિયર પક્ષે મહિલા સાથે ઘરેલુ સંબંધ તોડી નાખ્યા હતા. મહિલા પતિને દારૂના વ્યવસાયમાં મદદ કરતી હતી. એક વર્ષ પહેલાં અચાનક બુટલેગર પતિનું હાર્ટ એટેક આવતાં મોત નીપજ્યું હતું. તેથી મહિલાએ પરિવારના ભરણપોષણ માટે દારૂની ભઠ્ઠીનો ધંધો ચાલુ રાખ્યો હતો. જોકે બે ત્રણ વખત પોલીસે રેડ કરતા 2 હજારથી 5 હજારનો હપ્તો નક્કી થયો હતો. હપ્તો નિયમિત આપવા છતાં ચાર પોલીસકર્મીઓએ મહિલા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. એક પોલીસકર્મી તો મહિલાને છેલ્લા સાત માસથી શારીરિક સંબંધ બાંધવા શોષણ કરતો હતો.

પોલીસે ચારેયની અટકાયત કરી તપાસ હાથધરી
પોલીસ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તુરંત જ એક્શન મોડમાં આવી હતી. વેરાવળ ખાતે વીઆઈપી બંદોબસ્તમાં રહેલા એ.એસ.પી જિતેન્દ્ર અગ્રવાલને તાત્કાલિક ઉના પહોંચી આ બનાવની તલસ્પર્શી તપાસ કરી અને જે કોઈ જવાબદાર હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી માટેના આદેશો કરવામાં આવ્યા હતા. જે અનુસંધાને એ.એસ.પી જિતેન્દ્ર અગ્રવાલે ફરિયાદી મહિલાનું ઓન કેમેરા નિવેદન નોંધ્યું હતું. નિવેદનના આધારે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 376 અને 354 મુજબ એફ.આર.આઇ નોંધવામાં આવી છે.