ગુજરાતમાં સારા વરસાદ બાદ હવે રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. ચોમાસા બાદ હવે સ્વાઇન ફ્લુના કેસ પણ વધે તેવી દહેશત છે. આ વર્ષે ગુજરાતમાંથી અત્યારસુધી 149 વ્યક્તિનું સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયું છે.
ગુજરાતમાં 18 ઓગસ્ટ સુધી સ્વાઇન ફ્લુના કુલ 4849 કેસ નોંધાયા છે. આમ, ગુજરાતમાં સ્વાઇન ફ્લુના પ્રતિ મહિને સરેરાશ 606 કેસ નોંધાય છે અને સરેરાશ 21 વ્યક્તિના મૃત્યુ થાય છે.
આ વર્ષે રાજસ્થાનમાંથી સ્વાઇન ફ્લુથી સૌથી વધુ 206 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. સમગ્ર દેશમાં આ વર્ષે 27285 વ્યક્તિ સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવી છે અને તેમાંથી 1118 વ્યક્તિના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં 2012થી અત્યારસુધી સ્વાઇન ફ્લુના કુલ 23530 કેસ નોંધાયા છે જ્યારે 1530 વ્યક્તિના મૃત્યુ થયા છે. ગુજરાતમાં 2018ના વર્ષમાં સ્વાઇન ફ્લુના 2164 કેસ નોંધાયા હતા અને તેમાંથી 97ના મૃત્યુ થયા હતા.
આમ, ગત વર્ષ કરતાં આ વખતે સ્વાઇન ફ્લુનો આંક વધી ગયો છે. તજજ્ઞાોના મતે ભેજવાળા અને ઠંડા મોસમમા સ્વાઇન ફ્લુના કેસમાં વધારો થતો હોય છે.