હાલમાં વિશ્વભરમાં કોરોના મહામારીને કારણે ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓ દર્દીઓને બચાવવા માટે જીવ જોખમમાં મૂકીને કામ કરી રહ્યા છે. કોરોના મહામારી થી રશિયા પણ બચી શક્યું નથી. ત્યારે રશિયામાં PPE કીટ અને અન્ય મેડિકલ સાધનો ન મળવાને કારણે રાષ્ટ્રપતિ પુતિન સરકારનો જાહેર વિરોધ કરવાં વાળા ડૉકટરે કથિત રીતે આપઘાત કર્યો છે. અત્યાર સુધી ત્રણ ડૉક્ટરો આપઘાત કરી ચૂક્યા છે અને આ ત્રણેયમાં સમાનતા એ હતી કે, આ ત્રણેય ડૉક્ટરોએ રાષ્ટ્રપતિ પુતિન સરકારની જાહેરમાં આલોચના કરી હતી.
ડેલી મેલમાં છપાયેલા અહેવાલ અનુસાર એલેક્ઝાન્ડર સુલેપાવ એ ત્રણ ડોક્ટરોમાંના એક છે જેમણે વીડિયો બનાવીને દાવો કર્યો હતો કે તેમને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો પણ તેમની પાસે બળજબરીથી કામ કરાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે તેમને સુરક્ષા માટેના સાધનો પણ મળી રહ્યા નથી અને આ વિડીયો બહાર આવ્યા બાદ તેઓ હોસ્પિટલની બારીમાંથી કથિત રીતે પડી ગયા. તેઓ જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે.
આ પહેલા પણ અન્ય બે રશિયન ડોક્ટરો સાથે પણ આવી જ ઘટના સામે આવી હતી. આ બે ડૉક્ટરોએ પણ હોસ્પિટલ પ્રશાસન નો વિરોધ કર્યો હતો અને માસ્ક, PPE કીટ અને હાથ મોજા ની માંગ કરી હતી. ત્યારબાદ એવા સમાચાર પણ આવ્યા હતા કે, આ લોકોએ પણ હોસ્પિટલમાંથી બારીમાંથી કૂદકો મારી લીધો છે અને તેમનું મોત થઈ ગયું છે.
પોતાના વીડિયોમાં કોસ્યકીન નામના ડોક્ટર કહે છે કે, એમ્બ્યુલન્સના ડોક્ટર એલેક્ઝાન્ડર કોરોના પોઝીટીવ આવ્યા હતા. ચીફ ડોક્ટર હજુ પણ અમને કામ કરવા માટે મજબૂર કરી રહ્યા છે. તમે આમાં શું કરીએ અમે મહિનાઓથી એકસાથે કામ કરી રહ્યા છીએ. અહીંયા આવા જ હાલત થયા છે. બધા લોકો આ વાતને ખોટી જણાવશે પરંતુ આ જ સત્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news