રાજ્યમાંથી અવારનવાર જુગારખાના પકડાતા હોવાના સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે. શહેરનાં મોટા વરાછા સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં ચાલતી મહિલા જુગાર ક્લબ પર પોલીસ દ્વારા રેડ પાડીને જુગાર રમી રહેલી 13 મહિલાને 96,000ની રોકડ રકમ સાથે પકડી પાડવામાં આવી છે.
શહેર પોલીસની PCBને બાતમી મળી હતી કે, મોટા વરાછા સુદામા ચોક નજીક સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં રહેતી સ્નેહલબેન ઉર્ફે મનીષા રવિ કાપડિયાના ફ્લેટમાં જુગારધામ ચાલી રહ્યું છે. જેને લીધે પોલીસે રેડ પાડી સ્નેહલ તથા જુગાર રમી રહેલી હર્ષા નટુ ઠક્કર ( રહેઠાણ- સરગમ એપાર્ટમેન્ટ ઍ.કે.રોડ વરાછા), શારદા ઉર્ફે રશીલા ભીમજી રાઠોડ (રહેઠાણ- નેતલદે સોસાયટી પુણા), બીના રાજેશ દઢાણીયા (રહેઠાણ- વર્ષા સોસાયટી, વરાછા), જ્યોત્સના અરવિંદ મોણપરા (રહેઠાણ- સાંકેત સોસાયટી, વરાછા), કાજલ દેવરાજ સિરોયા (રહેઠાણ- જનતાનગર સોસાયટી લંબે હનુમાન રોડ), રમીલા ઘનશ્યામ વાઘેલા (રહેઠાણ- ધુવ્રતારક સોસાયટી, વેડરોડ) ને પકડી પાડવામાં આવ્યા છે.
જયારે ભાવના દિનેશચોવડીયા (રહેઠાણ- યમુના પેલેસ, મોટા વરાછા), મનીષા અલ્પેશ સોસલીયા (રહેઠાણ- સનવેલી, વરાછા), રમા ભુપેન્દ્ર પટેલ (રહેઠાણ- રિધ્ધી સિધ્ધી ટાઉનશીપ ડુંભાલ), મનીષા સુભાષ સુતરિયા (રહેઠાણ- ભવાની નગર સોસાયટી, કામરેજ), રશ્મીકા જીતેન્દ્ર પટેલ (રહેઠાણ- લક્ષ્મી બા સોસાયટી, કામરેજ), ફુલુ ડુંગર મકવાણા (રહેઠાણ- ધ્રુવતારક સોસાયટી કતારગામ)ને પકડી 60,660ની રોકડ રકમ તથા મોબાઈલ મળીને કુલ રૂ.97,160ની મત્તા કબજે લેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle