વૃદ્ધાવસ્થામાં તમે કેવા દેખાશો એવી તસવીરો બનાવી આપતા ફેસ એપ થી યુઝરના પ્રાઇવેટ ડેટા ચોરી થવાની નિષ્ણાંતોએ આશંકા વ્યક્ત કરી છે. વૈશ્વિક મીડિયાના અહેવાલો પ્રમાણે, આ પ્રકારના એપ યૂઝર્સ ની મંજૂરી વિના જ તેમની તસવીરો પોતાની પાસે અપલોડ કરી લે છે. આ એપ ઇન્સ્ટોલેશન કર્યા પછી તે મોબાઇલમાં ગેલેરી નો એક્સેસ લઈ લે છે. આ એપ ના નિયમો અને શરતો યુઝર્સ ના તમામ ડેટા કંપનીને કોઇપણ પ્રકારના ઉપયોગથી ખુલ્લેઆમ છૂટ આપવાની વાત કરે છે.
અમેરિકામાં ન્યૂ યોર્કના સેનેટર શુમારે તેને રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રાઈવેસી પર હુમલો કહીને એસબીઆઈ અને ફેડરલ ટ્રેડ કમિશન પાસે તપાસ કરવાની માંગ કરી છે.તેમણે અમેરિકન નાગરિકો ની જાણકારી દુશ્મન દેશો પાસે જતી રહી હોવાની પણ શંકા વ્યક્ત કરી છે.
ડેમોક્રેટિક પાર્ટી 2020 ના પ્રમુખ પદની ચૂંટણીમાં ભાગ લઇ હાલ ફેસ એપ ગૂગલ પ્લે પરથી સૌથી વધુ ડાઉનલોડ થતી ફ્રી એપ બની ગઈ છે. આ ફેસ એપ દસ કરોડ યુઝર્સ છે. બે વર્ષ પહેલાં લોન્ચ થયેલી આ એપ ઇમેજ એડિટર ફોલ્ડર ના કારણે સુપરહિટ થયું છે. આ એપમાં એવા પિક્ચર છે કે જે તમારા ચહેરાની વૃદ્ધ,યુવાન, વાળ દાઢી મૂછ ધરાવતો કે તેના વગર નો બનાવી શકે છે. જોકે લોકો વૃદ્ધાવસ્થામાં કેવા દેખાશે એ જોવા માટે તેનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે. રશિયાની સિલિકોન વેલી ગણાતા ગેલકો વાયરલેસ લેબ કંપનીઓ દ્વારા આ એપ ડેવલપ કરવામાં આવી હતી.
ભારતીયોને એપનો ઉપયોગ કરવા મુશ્કેલી…
આ એપ પર ભારતીય યૂઝર્સને પોતાની તસવીરો એડિટ કરવામાં મુશ્કેલી આવી રહી છે.તેઓ ઉપયોગ કરતી વખતે તસવીર ના બદલે એરર મેસેજ દેખાય છે. કેટલાક ભારતીય શું માનવું છે કે એમની પ્રાઈવેસી પોલિસીના કારણે આ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.