કોરોના સંકટના કારણે દુનિયાના ઘણા દેશોમાં lockdown લાગુ કરવામાં આવ્યું છે. કરોડો લોકો ઘરમાં કેદ છે. એવામાં લોકો ઘરે રહીને સમય પસાર કરવા માટે વિચિત્ર પ્રકારની હરકતો કરી રહ્યા છે.આવું જ કંઈક કર્યું છે કોમેડિયન ચેલ્સી હેંડલરે, જેણે પોતાની બ્રા ને એક સુરક્ષાત્મક ફેસમાસ્ક માં બદલી દીધી.
જણાવી દઈએ કે કોમેડિયન ચેલ્સી હેન્ડલરે પોતાના ચહેરાને કોરોનાવાયરસ lockdown દરમિયાન કંઈક રચનાત્મક કરવાનું સૂઝયું અને તેમણે અહીંયા શીખવ્યું કે બ્રાથી માસ્ક કઈ રીતે બનાવાય છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે માસ્કની અછતને પૂરી કરવા માટે આ મામલાને હવે આપણા હાથમાં લેવો જોઈએ. તેમાં પુરુષો પણ સામેલ છે.
View this post on Instagram
With masks in short supply, we have to take matters into our own hands. Men included. #corona #diy
વીડિયોમાં ચેલ્સી પોતાની બ્રા ને એક માસ્કમાં બદલતા દેખાઈ રહી છે. અને તેમની આ કલાથી માર્યા શ્રાઈવર પણ પ્રભાવિત થઈ. તેમણે કોમેન્ટ કરી કે હું તમને પડકાર આપું છું કે તમે આ રીતે બહાર જશો અને કદાચ આ રીતે જ કરશો.
મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકામાં કોરોનાવાયરસનો કહેર ચાલી રહ્યો છે. દેશમાં સતત બીજા દિવસે બે હજાર લોકોના મૃત્યુ કોરોનાના કારણે થયા છે. AFP અનુસાર અમેરિકામાં અત્યાર સુધી 14695 લોકોના મૃત્યુ કોરોનાવાયરસ ના કારણે થયા છે.બુધવારના રોજ અમેરિકામાં 1973 લોકોનું મૃત્યુ થઈ ગયું છે જ્યારે મંગળવારે 1939 લોકોનું મૃત્યુ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news