દીકરીના લગ્નની કંકોત્રીમાં પિતાએ એવું લખાણ કરાવ્યું કે, ગુજરાતભરમાં થવા લાગી ચર્ચા

રાજકોટ(Rajkot): હાલ લગ્નની સીઝન(Wedding season) ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો લગ્નમાં અનોખા કાર્યો કરતા હોય છે. જેના કારણે તેઓ ચર્ચાનો વિષય બનતા હોય છે. સાથે જ હાલ તો અનોખા લગ્નની સાથે સાથે અનોખી લગ્નની કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં ખાસ કરીને સમાજલક્ષી મેસેજ છપાવતા હોય છે. જેના ફોટાઓ સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થતા રહેતા હોય છે. ત્યારે હાલ આજે અમે તમને એક એવી જ કંકોત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

રાજકોટના એક પરિવારની દીકરીની લગ્નની કંકોત્રી હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. રાજકોટના એક કોળી પરિવારે દીકરીને આ લગ્નની કંકોત્રીની અંદર કંઈક એવો મેસેજ છપાવ્યો કે જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેઓએ કંકોત્રીમાં એવું લખાણ લખાવ્યું કે સમાજને એક સારો સંદેશ મળશે.

ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો, મનસુખભાઈ સીતાપરા રાજકોટ શહેરના હડાળા ગામના રહેવાસી છે. તેઓએ પોતાની દીકરીના લગ્નની અનોખી કંકોત્રી છપાવડાવી હતી. તેમને લગ્નમાં આવતા તમામ મહેમાનો માટે એક ખાસ સુચના લખી હતી. તેમાં લખાવ્યું હતું કે, મહેરબાની કરીને લગ્નમાં કોઈ દારૂ પીને આવું નહીં. આ કંકોત્રી હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ વાયરલ થઈ રહી છે.

આ અનોખો મેસેજ વાંચીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો મેસેજ વાંચીને ખડખડા હસી પડ્યા છે. મનસુખભાઈ દીકરીના લગ્નમાં દારૂ પીને ન આવું તેઓ ચોખ્ખો સંદેશ લગ્નની કંકોત્રીની અંદર છપાવ્યો છે. મિત્રો તમે ઘણા એવા લગ્ન જોયા હશે જેમાં લગ્નમાં આવતા મહેમાનો દારૂ પીને લગ્નમાં મન ફાવે તેવી હરકતો કરતા હોય છે. સતત આવી ઘટનાઓ વધી જતા મનસુખભાઈએ લગ્નની કંકોત્રીની અંદર અનોખો મેસેજ છપાવીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *