બબ્બે મુખ્યમંત્રીને અંધારામાં રાખી કેપ્ટન અજય ચૌહાણે સરકારનું કરોડોનું કરી નાખ્યું- મોદી પ્રધાનમંત્રી બન્યા ને આ ભાઈએ શરુ કરી કાંડલીલા

અજય ચૌહાણ(Ajay Chauhan): ગુજરાતના મુખ્યમંત્રીની મંજૂરી વગર છેલ્લા નવ વર્ષમાં 100 વખત સરકારના વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરી કરોડો રૂપિયાનો ખર્ચ ગુજસેલના સીઈઓ કેપ્ટન અજય…

અજય ચૌહાણ(Ajay Chauhan): ગુજરાતના મુખ્યમંત્રીની મંજૂરી વગર છેલ્લા નવ વર્ષમાં 100 વખત સરકારના વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરી કરોડો રૂપિયાનો ખર્ચ ગુજસેલના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે સરકારી ચોપડે દર્શાવી દીધો છે. આ ઘટનાના પગલે કેપ્ટન અજય ચૌહાણ પાસેથી તમામ ચાર્જ છીનવી લેવામાં આવ્યા છે. હાલ આ ચાર્જ આઈએએસ નીતિન સાંગવાનને સોંપાવામાં આવ્યો છે.

પોતાના ઉપયોગ માટે સરકારી વાહનનો ઉપયોગ કરતા હોવાની માહિતીને આધારે તપાસ કરતાં ફરિયાદમાં હકીકત જણાઈ છે. તપાસ કરવી વખતે સામે આવ્યું હતું કે, કેપ્ટન અજય ચૌહાણ પોતાનાં પરિવારના સભ્યોને ફરવા લઈ જવા માટે રાજ્યપાલ અને સી એમ માટે વપરાતા સરકારી જેટનો ઉપયોગ કરતા હતા.

ખાનગી ન્યૂઝ એજન્સી દ્વારા આ મામલે 26 ટ્રિપની તારીખ અને જગ્યા સાથેના પુરાવા મળી આવ્યા છે. મળેલી માહિતી અને પુરાવા અનુસાર 14 વખત રાજસ્થાનના પાલી વતન જવા માટે સિરોહી, અમદાવાદથી મુુંબઇ વિદેશ જવા માટે ડ્રોપ કર્યા હતા, આબુ રોડ, જયપુર, સિરોહી મિત્રોને મળવા, ડુંગરપુર આવી રીતે હેલિકોપ્ટરનો ઉપયોગ આઠ વખત કર્યો હતો. કેવડિયા, બરોડા, ફાલનાની પર્સનલ ટ્રીપ અને ગાંધીનગર થી પૂના પરિવારને મળવા માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત નવા બોમ્બાર્ડિયર 650 ચેલેન્જરનો ચાર વાર વેકેશન માણીને મુંબઇ પરત લાવ માટે પરિવારને લેવા માટે અને પર્સલન ટ્રીપ માટે દિલ્હી લઇ જવા માટે ઉપયોગ કર્યો હતો. સીએમ સમક્ષ રજૂ કરેલા પુરાવામાં એવું સામે અવાયું છે કે, નરેન્દ્ર મોદીએ 26 મે 2014માં દિલ્હીમાં પીએમ તરીકે શપથ ગ્રહણ ત્યાર બાદથી આ અધિકારીએ હેલિકોપ્ટર અને વિમાનનો અંગત વપરાશ માટે બેફામ ઉપયોગ કરવાનું શરુ કર્યું હતું.

મોદીએ પીએમ તરીકે શપથ લીધી ત્યાર બાદથી અજય ચૌહાણએ પોતાની સત્તાનો દુુરુપયોગ કરવાનું શરુ કર્યું હતું. અજય ચૌહાણએ 25-5-2014થી 24-3-2022 સુધી 26 ટ્રીપ કરી છે. આ ટ્રીપમાં 6 થી 7 કરોડનો ખર્ચ થયો હતો જે ખર્ચ અજયે સરકારી ચોપડે લખ્યો છે.

કેપ્ટન અજય ચૌહાણ સહિત પરિવાર અમેરિકામાં ગ્રીનકાર્ડ હોલ્ડર છે. મુંબઇથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઇ લેવા-મુકવા ઘણી વખત સરકારી વિમાનનો ખાનગીમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. પરિવારજનોની પર્સનલ સુવિધા માટે એરપોર્ટ પરથી મોડી રાતે વિમાને અનેક વખત ઉડાન ભરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *