આજે ‘કમો’ એ ખુબ જ જાણીતું નામ બની ગયું છે. ગુજરાત (Gujarat)માં દરેક ડાયરા કે કાર્યક્રમોમાં કમો-કમો નામ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ હાલમાં ફોરેનના કમાનો વિડીયો વાયરલ થયો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ‘રસિયો રૂપાળો’ ગીત વાગી રહ્યું છે ને, કમા જેવો જ એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે. આ વિડીયો જોઇને તમને પણ લાગશે કે, આ કામનો ભાઈ છે કે શું?
View this post on Instagram
હાલ તો દેશ-વિદેશ (Abroad)માં પણ કમો ફેમસ થઈ ચુક્યો છે. આપણે જાણીએ છે કે, એક ડાયરામાં ‘રસિયો રૂપાડો રંગ રેલીયો રે’ સોંગ પર કમાએ ડાન્સ કર્યો અને કીર્તિદાન ગઢવી (Kirtidan Garhvi)એ કમાને બિરાદવ્યો. બસ પછી તો કમાના કિસ્મતના દરવાજા એવા ખુલ્યા કે, હવે ખરેખર ઘરે જવું કમાને ગમતું નહીં હોય, કારણ કે, હાલમાં ગુજરાતનાં મહાનગરોમાં કમો ચીફ ગેસ્ટ તરીકે કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, કમો એ સુરેન્દ્રનગરના કોઠારીયા ગામનો છે. તેમજ તે માનસિક દિવ્યાંગ છે. જેના કારણે કમાને કોઈ ભાવ પણ પુછતું નહોતું અને ધૂતકારીને કાઢી મૂકતા હતા. પરંતુ કહેવાય છે ને સમયનું ચક્ર ફર્યું અને કમો જમીનથી સીધો આકાશમાં પહોંચી ગયો છે. ગુજરાત રાજ્યમાંથી અનેક લોકો કમાને મળવા કોઠારીયા પહોંચી રહ્યા છે. ત્યારે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, જીગ્નેશ કવિરાજના કાર્યકમોમાં કમો હાજરી આપી અનેક પ્રશંસકોનું દિલ જીતી રહ્યો છે.
ત્યારે આપણા ગુજરાતના કમા બાદ હવે વિદેશી કમો પણ ચર્ચામાં આવી રહ્યો છે. તેને એક વાર જોતા તો એમ જ લાગે કે જાણે તે કમાનો સગો ભાઈ હોય. જેનો એક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, સ્ટેડીયમમાં ખેલાડીના હાથે મેડલ પહેરાવતા ઉત્સાહિત થયેલ વિદેશી કમાના રંગ જ બદલાઈ જાય છે. તે પણ માનસિક દિવ્યાંગ છે. હાલ આ વિડીયો પણ ચર્ચાનો વિષય બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.