હિન્દુ ધર્મમાં અન્નદાન ને સૌથી મોટું દાન માનવામાં આવે છે. ભૂખ્યાને ભોજન કરાવવામાં આવે તો તેનું પુણ્ય મરણોપરાંત રહે છે એટલે જ શાસ્ત્રોમાં પણ અન્નદાન કરવાનું જણાવવામાં આવેલ છે. અમદાવાદમાં રહેતા મૂળ પાલનપુરના રહેવાસી રાજેન્દ્રભાઈ જોષી તે ડીસા અને પાલનપુરમાં જુદી જુદી જગ્યાઓ પર અન્નપૂર્ણા રથ ચલાવી રહ્યા છે. તેઓ માત્ર બે રૂપિયાનું ટોકન લઈ ને રોજ 8000 ભૂખ્યા લોકોને શુદ્ધ અને સાત્વિક કઢી ખીચડી જમાડે છે.
ગુજરાતી ભૂદેવે ગરીબીના દિવસો પસાર કર્યા છે માટે તેઓ ગરીબ અને ભૂખ્યા લોકો માટે સેવા કાર્ય કરી રહ્યા છે. કોઈપણ જાતની અપેક્ષા વગર તેઓ કાર્ય કરે છે અને આ માટે તેમને દિલથી નમન કરવાનું પણ મન થાય છે. તેઓ એ રથ પોતાના માતા-પિતાના શ્રાધ ના દિવસથી તેમની યાદમાં શરૂ કરવામાં આવ્યો છે.
જેમાં બે રૂપિયાના ટોકન દરથી કઢી અને ખીચડી જમાડવામાં આવે છે. આ મોંઘવારીના સમયમાં 30 થી 40 રૂપિયાનો સામાન્ય ખર્ચ પણ નાસ્તા કરવા જઈએ તો થાય છે ત્યારે તેઓ આ ખર્ચો સામાન્ય પગારદાર વ્યક્તિને ના પોસાય તેથી આ નજીવી રકમ લઈને ભરપેટ જમાડવાની આ સેવા શરૂ કરવાનો વિચાર તેમને આવ્યો.
આ સેવા શરૂ કરવાની સાથે સાથે તેઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હતું કે કોઈ ના ધંધા પર આની માઠી અસર ના થાય એટલા માટે તેઓએ કઢી ખીચડી નું વેચાણ કરતા નથી આથી કોઈના ધંધાને અસર કરે નહીં. તેમના આ વિચાર પણ ધન્યવાદને પાત્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.