આજકાલ પ્રેમ લગ્ન (love marriage)ના અનોખા કિસ્સાઓ અવાર નવાર સામે આવતા જ રહે છે. ત્યારે હાલ આવો જ વધુ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, આ ચોકાવનારી ઘટના સુરેન્દ્રનગર (Surendranagar)માંથી સામે આવી છે. અહીં, એક યુવતીને એક યુવક સાથે પ્રેમ થઇ ગયો. તેથી તે બંનેએ લગ્ન કરી લીધા હતા.
મળતી માહિતી અનુસાર, આ યુવતી સુરેન્દ્રનગરની રહેવાસી હતી. જયારે યુવક બોટાદનો રહેવાસી હતો. બોટાદના યુવકનું નામ દિનેશભાઇ હતું અને યુવતીનું નામ શીતલ હતું. દિનેશભાઇ અને શીતલને એકબીજા સાથે ગાઢ પ્રેમ થઇ ગયો હતો. તેથી દિનેશભાઇ અને શીતલે એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. દિનેશભાઇ અને શીતલની જોડી બાપ અને દીકરી જેવી એટલે કે બંને વચ્ચે ઘણા વર્ષનો તફાવત હતો. તેમ છતાં પણ તેઓ આખી જિંદગી સુધી સાથે રહેવા માંગતા હતા, તેથી દિનેશભાઇ અને શીતલએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.
દિનેશભાઇ અને શીતલની ઉંમર વચ્ચે ઘણા બધા વર્ષનો તફાવત હતો, એટલે શીતલના માતાપિતાએ શીતલને ઘણી સમજાવી પણ શીતલ માની નહીં. તેમજ તેના પ્રેમી દિનેશભાઇ સાથે જ શીતલે લગ્ન કરી લીધા હતા. દિનેશભાઇ અને શીતલએ તેમના લગ્ન કરીને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરી હતી, તે તસવીરો જોઈને બધા લોકો ચોકી ગયા હતા. ત્યારે લગ્ન બાદ દિનેશભાઇ અને શીતલે તેમના નવા જીવનની શરૂઆત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.