78 વાર કોરોના પોઝીટીવ આવી ચુક્યો છે આ શખ્સ- છેલ્લા 14 મહિનાથી છે ક્વોરેન્ટાઈન

કોરોનાવાયરસને(Coronavirus) કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે દુનિયાભરમાં લાખો લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં ઘણા લોકો આ બીમારીથી સાજા પણ…

કોરોનાવાયરસને(Coronavirus) કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે દુનિયાભરમાં લાખો લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં ઘણા લોકો આ બીમારીથી સાજા પણ થઈ ગયા, જ્યારે ઘણા લોકો આના કારણે મૃત્યુ પામ્યા હતા, ત્યાં ઘણા લોકો હતા જેઓ હજી પણ કોરોના સામેની જંગ લડી રહ્યા છે.

હવે આજે અમે તમને એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે કોરોના પોઝિટિવ હોવાની તમામ હદો વટાવી દીધી છે. આ વ્યક્તિનું નામ મુઝફ્ફર કાયસન છે. તે માત્ર 2-3 વખત જ નહીં પરંતુ અત્યાર સુધીમાં 78 વખત કોરોના પોઝિટિવ બન્યો છે. અને આ એકદમ સાચી માહિતી છે. મળતી માહિતી મુજબ તે વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાને કારણે તેને કોરોનાની રસી પણ અપાઈ નથી.

જાણવા મળ્યું છે કે, 56 વર્ષીય મુઝફ્ફર કાયસનને વર્ષ 2020ના નવેમ્બર મહિનામાં સૌપ્રથમ કોરોનાનો ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ સતત ક્વોરેન્ટાઈનમાં હતા. મળતી માહિતી અનુસાર તે એક વર્ષથી વધુ સમયથી હોસ્પિટલમાં છે. જ્યારે પણ તે કોરોના પોઝિટિવ બને છે, ત્યારે તે વિચારે છે કે સ્વસ્થ થયા પછી તે ઘરે જઈ શકશે, પરંતુ અફસોસ, એવું ન થયું અને તે ઘરે જઈ શકતો નથી.

મળતી માહિતી અનુસાર તેમણે છેલ્લા 14 મહિનામાં, કાયસનનો 78 વખત કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, પરંતુ દરેક વખતે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કારણે, તેઓ હોસ્પિટલમાં હોય કે ઘરે, ક્વોરેન્ટાઇનમાં રહેવાની ફરજ પડી હતી. એક રીપોર્ટ અનુસાર કાયસન લ્યુકેમિયાથી પીડિત છે. આ એક પ્રકારનું બ્લડ કેન્સર છે, જેમાં શ્વેત રક્તકણો, જે રોગો સામે લડવામાં મદદ કરે છે, ઓછા થઈ જાય છે અને તેના કારણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી થઈ જાય છે. જેના કારણે કાયસનના લોહીમાંથી કોરોના વાયરસ ખતમ થઈ રહ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *