150 કરોડનું કૌભાંડ કરનાર મહિલા સુરતના વેસુમાંથી ઝડપાઈ- જુઓ કેવી રીતે આચર્યું હતું કૌભાંડ?

સુરત(SURAT): મુંબઈ પોલીસે મુંબઈ(Mumbai)ના GST અધિકારીઓ સાથે મળીને સુરતના વેસુ ખાતે ભાડાના મકાનમાં રહેતી મહિલાની અટકાયત કરવામાં આવી છે અને તેને મુંબઈ લઇ જવામાં આવી…

સુરત(SURAT): મુંબઈ પોલીસે મુંબઈ(Mumbai)ના GST અધિકારીઓ સાથે મળીને સુરતના વેસુ ખાતે ભાડાના મકાનમાં રહેતી મહિલાની અટકાયત કરવામાં આવી છે અને તેને મુંબઈ લઇ જવામાં આવી છે. GST ચોરીના આરોપમાં મહારાષ્ટ્ર(Maharashtra)માં મહિલાની અટકાયત કરવામાં આવી હોવાની ચર્ચાઓ થઇ રહી છે. મહિલા ત્રણ મહિના પહેલા જ તેના પતિ સાથે સુરત આવીને વેસુ ખાતે ભાડાના મકાનમાં રહેવા લાગી હતી.

એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે, GST અધિકારીઓએ મહિલાને લાખો રૂપિયાની રોકડ સાથે ઘરમાંથી પકડી પાડી હતી. જાણવા મળ્યું છે કે, મહિલાને તબીબી તપાસ બાદ મુંબઈ લઈ જવામાં આવી હતી અને ત્યાંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાની વધુ પુછપરછ દરમ્યાન કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

CCTV ફૂટેજના આધારે મહિલાની મુંબઈ GST અધિકારીઓએ ધરપકડ કરી હતી. ગુરુવારે મોડી સાંજે મુંબઈ વિભાગના અધિકારીઓએ પોલીસની સાથે મળીને સીટીલાઈટ વિસ્તારમાં આવેલ ભગવતી આશિષ સોસાયટીના ડિવિઝન-1 પરિસરના પહેલા માળે દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં કોમ્પ્લેકસના પહેલા માળે આવેલા રૂમ નંબર 101 માંથી મહિલાની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ મહિલાને દિલ્લી લઇ જવામાં આવી છે.

ત્રણ મહિના પહેલા પરિસરમાં રહેવા આવેલી એક મહિલાએ મુંબઈમાં જીએસટીમાં 150 કરોડ રૂપિયાની ચોરી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મહિલા લાંબા સમયથી GST અધિકારીઓની નજરમાં હતી.જોકે મહિલાને આ વાતની જાણ થતાં જ તે પોતાની દીકરીઓને મળવા સુરત આવી પહોંચી હતી. મહિલા છેલ્લા ત્રણ મહિનાથી સુરતમાં ભાડાના મકાનમાં રહે છે. જોકે, GST વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કર્યા બાદ મોડી રાત્રે મહિલાના ઘરમાંથી જંગી રકમના દાગીના અને કરોડો રૂપિયાની રોકડ મળી આવી હતી.

GST અધિકારીઓએ પૂછપરછ શરૂ કરતાં જ મહિલાએ બીમાર હોવાનું નાટક કર્યું. મહિલાને મેડિકલ તપાસ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને બાદમાં મુંબઈ ખસેડવામાં આવી હતી. બાદમાં મહિલાને મોડી રાત્રે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જીએસટી અધિકારીઓ દ્વારા મહિલાની તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલા પાસેથી મહારાષ્ટ્ર પાર્સિંગની લક્ઝરી કાર મળી આવી છે. તપાસમાં સંખ્યાબંધ કૌભાંડોનો પર્દાફાશ થવાની સંભાવના છે, ખાસ કરીને મહિલા દ્વારા આચરવામાં આવેલ કૌભાંડના પ્રકાર. એવી પણ ચર્ચા થઈ રહી છે કે મહિલાઓ રોકડ અને મોંઘા દાગીના વિશે કંઈ કહેવા તૈયાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *