આરોગ્યની અનિચ્છનીય જીવનશૈલી, સૂર્યપ્રકાશ, ગંદકી, ધૂળ-માટી, પ્રદૂષણ વગેરેને લીધે વાળ બગડે છે. તબિયત બગડતી હોવાને કારણે નાની ઉંમરે માથાના વાળ સફેદ થઈ જાય છે. પરંતુ તમે કેટલીક કુદરતી વસ્તુઓની મદદથી ઘરે વાળનું તેલ બનાવી શકો છો. આ તેલની મદદથી ખોપરી ઉપર ચામડી પર તેલ નીમાલિશ કરવાથી વાળના મૂળને પોષણ મળે છે અને તે મજબૂત અને ફરીથી કાળા બને છે. આ તેલમાં કોઈ રસાયણો હોતા નથી, જેનાથી કોઈ પ્રકાર નું નુકસાન થતું નથી.
સફેદ વાળને કાળા કરવા માટેનું આ તેલ
નાળિયેર નું તેલ અને લીંબુ
સફેદ વાળ ને કાળા કરવા માટે તમે નાળિયેર નું તેલ અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે નાળિયેર ના તેલને ગરમ કરવું પડશે અને તેમાં લીંબુનો રસ મિક્સ કરવો પડશે. રાત્રે આ તેલથી માથાની ચામડીની માલિશ કરો અને સવારે ઉઠ્યા પછી હળવા શેમ્પૂથી ધોઈ લો.
નાળિયેર નું તેલ અને આમળા નો પાવડર
આમળા એ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તેને નાળિયેર ના તેલમાં મિક્સ કરીને તેની શક્તિમાં વધારો કરી શકો છો. એક વાસણમાં 4 ચમચી નાળિયેર તેલ અને 2 ચમચી આમળા પાવડર લઇ તેને ગરમ કરો. બંને વસ્તુઓને 10 મિનિટ સુધી ગરમ કરો અને ત્યારબાદ થોડી ઠંડીકરો. આ પછી માથા પર માલિશ કરો અને વાળના મૂળિયા ઉપર સારી રીતે લગાવો. હવે બીજા દિવસે સવારે અથવા 2 કલાક પછી હળવા શેમ્પૂથી માથુ ધોઈ લો.
નાળિયેર તેલ અને મીઠા લીમડા ના પાંદડા
સફેદ વાળને મૂળમાંથી કાળા કરવા માટે, વાસણમાં મીઠા લીમડા ના પાંદડા નાળિયેર તેલમાં નાંખો અને તેને ગરમ કરો. આ તેલને ઠંડુ થવા દો અને બોટલમાં ભરી દો. રાત્રે સૂતા પહેલા આ તેલને વાળમાં માલિશ કરો અને સવારે હળવા શેમ્પૂથી ધોઈ લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.