લેહ સેક્ટરમાં ગલવાન ખીણમાં ભારતના જવાનો રોજ 50 કિ.મી. પેટ્રોલિંગ કરે છે. નદી પાર કરવા પાણીમાં સ્થિત પથ્થરો પર લોખંડની ચેનલ નાખીને પુલ બનાવવામાં આવે છે. જ્યાં પથ્થર નથી હોતા, ત્યાં હૂકવાળા દોરડા ફેંકીને આગળ વધાય છે. બાદમાં પરત ફરીને થોડો આરામ કરીને ફરી પાછા પેટ્રોલિંગની સમીક્ષા શરૂ કરે છે.
જાન્યુઆરી મહિનામાં ગેલવાન વેલીનું તાપમાન -20° સેલ્સિયસ સુધી પહોંચે છે. ઠંડા શિયાળામાં પણ જવાન અહીં સરહદની સુરક્ષામાં તૈનાત છે. આ દરમિયાન તેમને બર્ફીલા તોફાનો અને હિમપ્રપાતનો સામનો કરવો પડે છે. વિશ્વના સૌથી મુશ્કેલ યુદ્ધ ક્ષેત્રમાં પોસ્ટ કરાયેલા આ ભારતીય સૈનિકોને ખાસ તકનીકની બનેલી કીટ આપવામાં આવે છે. જેની મદદથી તેઓ આ જીવલેણ મોસમમાં પણ પોતાને જીવંત રાખે છે. તેમને અપાયેલી કીટમાં થર્મલ ઇન્સોલ, ગોગલ્સ, સ્લીપિંગ કિટ્સ, કુહાડીઓ, પગરખાં, હિમપ્રપાત ડિટેક્ટર અને પર્વતારોહણની ચીજો શામેલ છે.
ભારતે કહ્યું: નાકુ લા અથડામણ સામાન્ય; ચીને કહ્યું- અમે શાંતિ ઈચ્છીએ છીએ
ચીને ફરી એક વખત સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભારતીય જવાનોએ એ નિષ્ફળ બનાવી દીધો. 20 જાન્યુઆરીના રોજ સિક્કિમના નાકુ લામાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં ચીનના 20 અને ભારતના ચાર જવાનને ઈજા થઈ હતી. આ અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે આ અથડામણ સામાન્ય હતી. બાદમાં વાતચીત થકી મામલો થાળે પડી ગયો છે.
આ પહેલાં લેહ સેક્ટરમાં ગલવાન ખીણની સિયોક નદીમાં 15 જૂન, 2020ના રોજ ચીની સેના સાથે થયેલી અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. હાલ અહીંની નદીની આસપાસના વિસ્તારમાં બિહાર રેજિમેન્ટના જવાનો ચોકી કરી રહ્યા છે. માઈનસ 8 ડીગ્રી સેલ્સિયસ તાપમાન, લોહી થીજી જાય એવી ઠંડી અને પહાડોમાંથી વહેતી નદીઓ પણ આપણા જવાનોને રોકી શકતી નથી. ક્યારેક તો અહીં આપણા જવાનો ગળાડૂબ બરફમાં પણ અડીખમ ઊભા હોય છે.
હાલમાં જ ચીને દગો કરીને પૂર્વ લદાખ સરહદે અનેક વિસ્તારોમાં તેની સેનાનું માળખું મજબૂત કર્યું છે. ચીને ત્યાં પોતાના સૈનિકોની પોઝિશન આ રીતે મજબૂત કરી લીધી છે. અગાઉ બંને દેશે આ વિસ્તારમાં સૈન્યની માળખાગત સુવિધા ઊભી નહીં કરવાનો કરાર કર્યો હતો.
ગયા મેમાં પણ ચીન સાથે તણાવ વધ્યો હતો
સિક્કિમના નાકુ લામાં ગયા વર્ષે 9 મેએ ભારત-ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. બાદમાં ચીને પૂર્વ લદાખના પેંગોંગ લેક વિસ્તારમાં છમકલાં કર્યાં હતાં. આશરે 10 માસથી બંને દેશ વચ્ચે તણાવ જારી છે. ચીન સેનાએ પૂર્વ લદાખ ઉપરાંત સિક્કિમ સહિત અનેક સ્થળે તહેનાત જવાનો ઘટાડ્યા છે, પરંતુ ભારતીય જવાનો હજુ અડીખમ છે. તે ચીનની દરેક હિલચાલ પર નજર રાખી જવાબ આપવા તૈયાર છે.
રવિવારે મોલ્દોમાં બંને દેશ વચ્ચે કમાન્ડર સ્તરની નવમી બેઠક યોજાઈ હતી. બાદમાં ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે સરહદે શાંતિ માટે ભારત પ્રેક્ટિકલ એક્શન લે. ભારતીય ક્ષેત્રમાં તમામ પોઈન્ટ પર હવામાન ખરાબ હોવા છતાં જવાનો દૃઢ મનોબળ સાથે દેશની સુરક્ષા કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle