ઉનાળાના સમયમાં મોટાભાગે સ્કિન બળવા લાગે છે.આવા સમય મા તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.સ્કિન અને બોડી માટે ખાસ એવા વિટામિન C થી ભરપુર લીંબુ આ સમયે ઉત્તમ ઉપાય છે ત્યારે ચાલો નજર કરીએ લીંબુ ના ખાસ ઉપાય પર જે હેલ્થ ની દૃષ્ટિએ ઉત્તમ છે સાથે સાથે તેના સ્કિન ના ફાયદા પણ અગણિત છે.
લીંબુ અને એપ્સમ સોલ્ટ – લીંબુ અને એપ્સમ સોલ્ટ સ્કિન ના ડેડ સેલ્સ દૂર કરવા માટે બેસ્ટ છે.એપ્સમ સોલ્ટ માં એક્સફોલીએટ ગુણ હોય છે અને લીંબુમાં કલીનિંગ એજન્ટ હોય છે જેથી 1 ચમચી લીંબુના રસમાં થોડું એપ્સમ સોલ્ટ માં મિક્સ કરીને પેસ્ટ બનાવી સ્કિન પર સ્કબ કરો તેનાથી ડેડ સ્કિન દૂર થઈ જશે.
લીંબુ અને મધ ડ્રાય સ્કિન માટે ઉત્તમ ઉપાય છે.એક ચમચી મધમાં લીંબુ નો રસ ઉમેરી લો પછી તેને ચહેરા, ગરદન અને બોચી ના ભાગ પર લગાવી લો. વીસ મિનિટ રહેવા દો અને બાદમાં તેને સામાન્ય ઠંડા પાણીથી ધોઈ લો.નિયમિત અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરો.આપની સ્કિન માં ફરક જોવા મળશે.
લીંબુ અને બેકિંગ સોડા સ્કિનના ડાઘ ધબ્બા સાફ કરવા અને ડેડ સ્કિન સેલ્સ દૂર કરવા માટે બેસ્ટ એક્સફોલીએટરનું કામ કરે છે.સ્કિન માટે તે બહુ જ લાભકારી પણ છે.લીંબુના રસમાં થોડી બેકિંગ સોડા મિક્સ કરીને કાળા ધબ્બા હોય તે જગ્યાઓ જેમ કે કોણી,ઘૂંટણ,બગલ કે ગરદન પર લગાવો.આ મિશ્રણ 15-20 મિનિટ જેવું રહેવા દો તો પછી પાણીથી તે સાફ કરી લો.લીંબુ અને કોફી પાઉડર માં એન્ટીઓકસીડેન્ટ અને એક્સફોલીએટ ગુણ હોય છે.જે સ્કિન ના ડેડ સેલ્સ દૂર કરવામાં મદદ કરે છે.કોફીમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને હળવે હાથે મસાજ કરી ફેસ વોશ કરી લો.