સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરુ થઇ ચુક્યું છે. તેના એક દિવસ પછી 1લી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારની બીજી ટર્મમાં સતત બીજુ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ ભૂતપુર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના નામે છે.
મોરારજી દેસાઈએ કેટલી વખત રજૂ કર્યુ હતું બજેટ?
ભારતના ચોથા પ્રધાનમંત્રી બન્યા તે પહેલા મોરારજી દેસાઈએ નાણાં પ્રધાન તરીકે 10 વખત બજેટ રજૂ કર્યું હતું. ત્યારપછી બીજા ક્રમે આઠ વખત સંસદમાં બજેટ રજૂ કરનાર પી.ચિદમ્બરમ આવે છે. ભૂતપુર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનો જન્મ 29મી ફેબ્રુઆરી,1896ના રોજ ગુજરાતના વલસાડ જિલ્લાના ભાડેલી ગામમાં જન્મ થયો હતો. દેશમાં પ્રથમ વખત 1977માં બિન-કોંગ્રેસી સરકારમાં મોરારજી દેસાઈ પ્રધાનમંત્રી બન્યા હતા. તેમણે 24મી માર્ચ, 1977 થી 28મી જુલાઈ, 1979 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા.
ત્યારબાદ પી. ચિદમ્બરમના નામે છે આ રેકોર્ડ
સૌથી વધારે વખત ચાર વખત નાણાં પ્રધાન બની ચુકેલા પી. ચિદમ્બરમે કુલ 8 બજેટ સંસદમાં રજૂ કર્યા હતા. ચિદમ્બરમ પહેલી વખત એચ ડી દેવેગૌડાના નેતૃત્વ હેઠળ સંયુક્ત ગઠબંધન સરકારમાં 1લી જૂન, 1996ના રોજ નાણામંત્રી બન્યા હતા. તેઓ 21મી એપ્રિલ,1997 સુધી નાણામંત્રી રહ્યા. ત્યારબાદ 1લી મે,1997 થી 19મી માર્ચ, 1998 સુધી તેઓ તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દ્રકુમાર ગુજરાલની સરકારમાં નાણામંત્રી રહ્યા હતા.
કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં પી. ચિદમ્બરમે કર્યા આ કામ પણ કર્યા
તેમના પછી ડો.મનમોહન સિંહના નેતૃત્વમાં બનેલી કોંગ્રસ સરકારના પ્રથમ કાર્યકાળમાં ચિદમ્બરમે 22મી મે,2004 થી લઈ 30મી નવેમ્બર,2008 સુધી નાણાં પ્રધાન રહ્યા. ચિદમ્બરમ ચોથી વખત મનમોહન સિંહના વડપણ હેઠળ કોંગ્રેસ સરકારના બીજા કાર્યકાળમાં સરકારમાં 31મી જુલાઈ, 2012 થી 26 મે, 2014 સુધી નાણાં પ્રધાન રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.