સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક પ્રાણી પ્રત્યેનો પ્રેમ દર્શાવતો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમને પણ જાનવર પ્રત્યેની પ્રેમ લાગણી ઉભરી આવશે.
મોટાભાગના લોકોએ બિશ્નોઇ સમાજ વિશે સાંભળ્યું હશે. આ લોકો જંગલ અને પ્રાણીઓની રક્ષા કરે છે. એટલું જ નહીં, તેઓ તેમના માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર હોય છે. સોશિયલ મીડિયા પર પણ તેમના વિશે ખુબ જ ચર્ચા છે. તાજેતરમાં ઘાયલ હરણને બચાવવાનો કિસ્સો સામે આવ્યો છે, જેનો એક વીડિયો આઈએફએસ અધિકારીએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી લોકો હરણનો જીવ બચાવનાર વ્યક્તિની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.
We conserve wildlife for the purpose of conservation in our country. It’s not a fashion. Communities like Bishnoi in Rajasthan have given lives to save animals.
VC: Anon #wildlife #conservation pic.twitter.com/KEkfshim2P— Ramesh Pandey (@rameshpandeyifs) July 1, 2021
આ વીડિયો આઈએફએસ અધિકારી રમેશ પાંડેએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં પણ લખ્યું છે કે, સંરક્ષણના હેતુથી આપણે આપણા દેશમાં વન્યપ્રાણીઓનું સંરક્ષણ કરીએ છીએ. આ કોઈ ફેશન નથી. રાજસ્થાનમાં બિશ્નોઇ જેવા સમુદાયોએ પ્રાણીઓના બચાવવા પોતાનો જીવ પણ આપી દે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઘાયલ હરણને તેના ખભા પર લઇને જઈ રહ્યો છે. જેથી સમયસર તેમની સારવાર થઇ શકે. આ વિડિઓને અત્યાર સુધીમાં 77 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. લોકો વિડિઓ પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાથે જ તે વ્યક્તિની આ દયાને સલામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.