આ છે પટના પોલીસ, મહિલાઓની છાતી પર હાથ દઈને રોકે છે, વિરોધ થયો શરુ

મંગળવારે પટનામાં ડીએલઇડી શિક્ષકોના પ્રદર્શન દરમિયાન ભીડ નિયંત્રણમાં શિક્ષકા સાથે કરવામાં આવેલા આવા વર્તન અંગે સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

એનઆઈઓએસ શિક્ષક એસોસિએશન દ્વારા સમાન અધિકારની સમાન ડિગ્રીની માંગ પર મંગળવારે વિરોધ દર્શાવ્યો. ગાંધી મેદાનથી પ્રદર્શન કરીને હજારો શિક્ષકો ડાકબંગલા ચૈરહા પહોંચ્યા હતા. અહીં પોલીસે વિરોધીઓને વધુ આગળ જતા અટકાવ્યા. નારાજ શિક્ષકો રસ્તા પર બેસીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આથી ડાકબંગલા વિસ્તારમાં ખૂબ જ ભીડ જામી ગઇ હતી.

પોલીસને શિક્ષકોને સમજાવવા અને ભીડ દૂર કરવામાં તકલીફ પડી હતી.શિક્ષકોએ પોલીસ ઉપર મારામારી અને લાઠીચાર્જ કરવાનો આરોપ લગાવ્યો છે. કોતવાલી પોલીસ મથક પર 200 થી વધુ વિરોધ કરનારા શિક્ષકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બધાને સાંજે છૂટા કરવામાં આવ્યા હતા. શિક્ષકોએ કહ્યું કે, બંધારણ દિવસના દિવસે જ અમારા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. અમારા દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને  સ્ત્રી શિક્ષક સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. પુરુષ પોલીસ કર્મચારી સ્ત્રી શિક્ષિકાને તેમની છાતી ઉપર હાથ મૂકીને રોકે છે.

હજી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે

સંઘના પ્રમુખ સોનુ કુમાર અને પપ્પુ કુમારે કહ્યું કે, જ્યાં સુધી અમને નિયોજન પ્રક્રિયામાં સામેલ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આંદોલનને તીવ્ર બનાવવા વ્યૂહરચનાઓ ધ્યાનમાં લેવામાં આવી રહી છે. તે ઉપરાંત કહ્યુ કે, અમે મીડિયા સામે અમારી વાત મૂકી રહ્યા હતા ત્યારે જ અભય કુમાર, ઈન્દ્રલોક કુમાર અને નિર્ભય કુમાર સહિત 20 જેટલા શિક્ષકોને માર મારવામાં આવ્યો હતો. તેમાંથી પાંચ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેના હાથ અને માથામાં ઇજા પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *