લેડીઝ અન્ડરવેર પહેરી નીકળી પડ્યો આ શખ્સ, બધા વચ્ચે વાંકો વળ્યો અને પછી જે થયું… -જુઓ વિડીયો

હાલના સમયમાં સોશિયલ મીડિયા મનોરંજનથી લઈને અનેક માહિતી લોકોને પીરસી રહ્યું છે. હાલનો યુગ સોશિયલ મીડિયાનો યુગ થઇ ગયો છે. અવારનવાર કઈક ને કઈ વાયરલ થતું રહે છે. ત્યારે એવો એક કોમેડી વિડીયો સામે આવ્યો છે જેને જોઈ તમે પેટ પકડીને ખખડી પડશો. કહેવાય છે કે, પોષકથી વ્યક્તિની ઓળખ થઇ જાય છે. જેવી રીતે પુરુષો અને મહિલાઓના પોષક જુદા જુદા હોય છે, તેમ તેમની ઓળખ પણ જુદી હોય છે. પરંતુ એક વ્યક્તિ લેડીઝ અન્ડરવેર પહેરીને જ જાહેરમાં નીકળી પડ્યો હતો.

આ વિડીયો ફેસબુકના એક પેજ પર વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયો જોનારા દરેક લોકો પેટ પકડીને ખખડી પડ્યા હતા, સાથે જ આ વિડીયોને જોઇને પોતાનું રીયેકશન પણ આપી રહ્યા છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, એક વ્યક્તિ લેડીઝ અન્ડરવેર પહેરેલી છે, અને ઈલેક્ટ્રીક દાદરમાં (Electric staircase) જઈ રહ્યો છે. અને અચાનક જ બુટની વાધરી બાંધવા વાંકો વળે છે અને તેને જોતા જ પાછળ ઉભેલા લોકો ખખડી પડે છે.

વાસ્તવમાં આ વિડીયો, ફેસબુકના Fake Pranks TV નામના આઈડી પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ખરેખરમાં લોકો સાથે પ્રેંક કરવા માટે બનાવવામાં આવ્યો છે. જાહેરમાં જ લોકો સાથે પ્રેંક કરી લોકોનું મનોરંજન કરવા આ આઈડી બનાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો જોયો છે અને પસંદ પણ કર્યો છે. સાથે જ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *