તમે હોલિવૂડ મૂવી ટર્મિનેટર તો જોઈ હશે, જેમાં અર્નાન્ડ શ્વાજનેગરે તેનો રોલ ભજવ્યો હતો. તેમાં તેણે માનવ શરીરના અંગો અને રોબોટ એકસાથે મળીને કામ કરી ચૂક્યા છે. તેણે આ ફિલ્મ બનાવવનો નિર્ણય ત્યારે લીધો જ્યારે બે વર્ષ પહેલા તેને ખ્યાલ આવ્યો કે મોટર ન્યૂરોન આ પ્રકારની બીમારીથી પીડાય છે. 61 વર્ષના આ ડો. પીટરે બી. સ્કોટ મોર્ગનને મોત સામે નમતું ન જોખ્યું અને વિજ્ઞાનની બધી સીમાઓને પાર કરી. તેણે પોતાની જાતને પૂરેપૂરી વિજ્ઞાનને રોબોટને બનાવા સોંપી દીધી.
તે ઈચ્છતો હતો કે પૂરી રીતે Cyborg બની જશે ત્યારે લોકો તેને પીટર 2.0 કહીને બોલાવે. આ પહેલો વ્યક્તિ છે જેના શરીરના ત્રણ ભાગ મિકેનિકલ થઈ ચૂક્યા છે. એટલે કે તેમાં યંત્ર લાગેલા છે. તેમાં 2018માં કેટલાક ઓપરેશન કર્યા હતા. પહેલું ગેસ્ટ્રોટોમી એટલે કે જમવાની ટ્યૂબ એક સીધી પેટમાં જોડી, બીજું સિસ્ટોટોમી-બ્લેડર સાથે કેથેટર જોડી દીધું, જેનાથી પેશાબ સાફ આવવા લાગે. ત્રીજું- કોલોસ્ટોમી- એક વૈક્યૂમ ક્લીનર જેવી વેસ્ટ બેગ લગાવવામાં આવી જેનાથી કોલોન જોડવામાં આવ્યું.
જેનાથી મળ સાફ આવે. એટલું જ નહીં તેણે ચહેરા પર પણ કેટલીક સર્જરી કરાવી હતી. અને તેનો ચહેરો રોબોટિક થઈ ગયો. તેમાં આર્ટિફિશિયલ માંસપેશિયો લગાવવામાં આવી. એ ઉપરાંત આઈ કંટ્રોલિંગ સિસ્ટમ પણ વિકસિત કરવામાં આવી. તે તેના ચહેરા સાથે લાગેલી છે, તેની મદદથી કમ્પ્યૂટરને પોતાની આંખોના ઈશારાથી ચલાવે છે. તાજેતરમાં તેનું ઓપરેશન કરવામાં જેમાં નકલી મગજ લગાવવામાં આવ્યું હતું.
અને અવાજને પણ બદલવામાં આવ્યો હતો. આ સર્જરી કેટલી સફળ થઈ તે તો જાણકારી મળી નથી. પરંતુ તેના પહેલા ડો. પીટરે કહ્યું કે તે મરી નથી રહ્યો. તે બદલાઈ રહ્યો છે. તેણે વેબસાઈટ પર લખ્યું કે પીટર 2.0 બનવા જઈ રહ્યો છે. 13.8 બિલિયન વર્ષોમાં પહેલી વાર કોઈ માણસ આટલો એડવાન્સ રોબોટ બની રહ્યો છે. મારા શરીરનો ઉપરનો ભાગ પૂરેપૂરો સિન્થેટિક થઈ ગયો છે અને મગજનો કેટલોક ભાગ રોબોટિક. મારા શરીરમાં હાર્ડવેયર, વેટવેયર, ડિજિટલ અને એનાલોગ થઈ જશે. મને ખ્યાલ છે કે માણસની રીતે હું મરી ચૂક્યો હોઈશ. મોટર ન્યૂરોન બીમારીએ આ વખતે ખોટા વ્યક્તિને પસંદ કરી લીધો, આ વખતે આ બીમારીને એક Cyborg હરાવશે. ડિસેમ્બર 2017માં ડોક્ટરે જણાવ્યું કે તેને MND છે. તેણે કહ્યું કે તે બે વર્ષથી વધારે જીવિત નહીં રહે. મેં પોતાની જાતને રોબોટ બનાવવાનો નિર્ણય લઈને દુનિયાભરના વૈજ્ઞાનિકોને ઈમેલ કર્યો.
હું ખુશ હતો કે પોતાની જાતને પ્રયોગ માટે તૈયાર કરી રહ્યો હતો. દુખ એ વાતનું હતું કે કોઈ ફંડ નહોતું આપી રહ્યું. મારી પાસે ત્રણ ટીવી કંપનીઓ આવી જેણે મારી ઉપર ડોક્યૂમેન્ટ્રી બનાવી. પછી મેં એક ચેનલને હા પાડી દીધી. પ્રોગ્રામ ચાલ્યો તો નિવેશક પણ આવ્યા અને ફંડ પણ આવ્યો. પછી દુનિયાનો સૌથી મોટો ફેરફાર થવા લાગ્યો. મારું ગયું વર્ષ મોટાભાગની સર્જરીમાં ગયું. જેમાં મદદ કરી NHSના વૈજ્ઞાનિકોએ. 21 માર્ચ 2019ના રોજ મારી સામે દુનિયાના સૌથી મોટી હાર્ટટેક કંપનીઓના લોકો ઊભા હતા. જે કંપની કહે છે કે મને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ વાળું મગજ આપશે. આજે મેં દોઢ વર્ષ પહેલાં જોયું હતું તે સપનું પૂરું થતું જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.