‘યમરાજ ભૂલ્યા સરનામું’ -છેલ્લા 165 વર્ષથી જીવી રહ્યા છ આ વૃદ્ધ, મૃત્યુની રાહ જોઈ રહ્યા છે પણ…

આપણે સૌએ આપણા ઘરની આસપાસ ઘણા બધા વૃદ્ધ વ્યક્તિ જોયા હશે. આપણા ઘરમાં પણ કોઈને કોઈ વૃદ્ધ વ્યક્તિ તો હશે. પરંતુ જો અત્યારે માણસની ઉમરની વાત કરવામાં આવે તો 100 વર્ષની ઉંમરને સૌથી વધારે માનવામાં આવે છે. જ્યારે આજ કાલના લોકો તો માંડ માંડ 70 વર્ષ સુધી જીવી શકે છે.

તમને કહેવામાં આવે કે એક એવા વ્યક્તિ છે કે જેમની ઉંમર 165 વર્ષ છે શું તમેં માનશો? કોઈ પણ માણસ તરત જ આ વાત ને માની લે તે અશક્ય છે. પરંતુ આ એક હકીકત છે 165 વર્ષના વૃદ્ધ વ્યક્તિ હજુ પણ જીવી રહ્યા છે અને તે છેલ્લા ઘણા સમયથી પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યા છે. તેમની આસપાસ રહેવા વાળા લોકો કહી રહ્યા છે કે મોત આ વ્યક્તિના ઘરનો રસ્તો ભૂલી ગયા છે.

આ 165 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ વારાણસીમાં રહી રહયા છે. આ વૃદ્ધ વ્યક્તિનું નામ અષ્ટ મુરારી છે. તે છેલ્લા કેટલાય સમયથી મૃત્યુની વાટ જોઈ રહ્યા છે. આ વ્યક્તિ કહી રહ્યા છે કે મેં મારા જીવનમાં બધું જ જોઈ લીધું છે અને મેં મારું જીવન જીવી લીધુ છે. મે મારી 5 પેઢીઓ જોઈ ચુક્યો છું.

અષ્ટ મુરારીએ કહ્યું છે કે, મારી 122 વર્ષની ઉંમર સુધી મે મોચીનું કામ કર્યું છે ત્યારબાદ તેમની તબિયત લથડતા તેમને આ કામ છોડી દીધું હતું અને આજે હું 165 વર્ષનો છું. લોકો પણ તેમની આ ઉમરને કુદરતનો ચમત્કાર માની રહ્યા છે.

લોકોના કહ્યા અનુસાર, અષ્ટ મુરારીએ તેમના પુત્રને પણ ઘરડો થતા જોયો છે અને તેમનું મૃત્યુ પણ જોયું છે. કોઈ પણ વ્યક્તિ 165 વર્ષની ઉંમર સુધી જીવી શકે ખરા? શું તમને આ વાત પર વિશ્વાસ થશે, પરંતુ આ એક સત્ય છે અને ચમત્કારથી ઓછું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *