પીએમ મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ આ સપ્તાહમાં જ કરવામાં આવશે. આ મંત્રિમંડળમાં ૨૦ થી ૨૨ મંત્રીઓ શપથ લઇ શકે છે. ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ૬ જુલાઈથી ૮ જુલાઈ વચ્ચે મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે. જયારે હવે મંત્રીમંડળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રની કેબીનેટમાં ગુજરાત રાજ્યના વધુ એક સાંસદને સ્થાન મળી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
ભાવનગરના સાંસદ ભારતીબહેન શિયાળને આ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળી શકે છે. તો બીજી તરફ સાબરકાંઠાનાં સાંસદ પરબત પટેલને પણ આ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જયારે OBC ક્વોટામાંથી પણ સાંસદને પ્રધાન પદ મળી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે, કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલમાં કુલ ૫૩ મંત્રીઓ મૌજુદ છે અને જેમાં વિસ્તરણ થયા બાદ ૮૧ સભ્યો થઇ શકે છે.
પીએમ મોદીના નવા મંત્રાલયમાં વધુ ૨૦થી ૨૨ મંત્રીઓને સ્થાન મળવા જઈ રહ્યું છે. જેમાં બિહારના ભાજપના નેતા સુશિલ મોદી, આસામના પૂર્વ મુખ્યમંત્રી સોનોવાલ, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની સાથે વરૃણ ગાંધીના નામ ખુબ જ ચર્ચાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાંથી પણ બે નેતાઓને મંત્રીપદ મળશે. મધ્યપ્રદેશના રાકેશ સિંહને પણ મંત્રાલયમાં જગ્યા મળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જમ્મુ-કાશ્મીર લદાખમાંથી પણ એક-એક નેતાને મંત્રાલયમાં જગ્યા આપવામાં આવશે.
પીએમ મોદી બીજી વખત મે-૨૦૧૯ માં શપથ ગ્રહણ કર્યા બાદ પ્રથમ વાર મંત્રાલયનું વિસ્તરણ કરવામાં આવશે. પંજાબ, ઉત્તર પ્રદેશ સહીતના રાજ્યોમાં ચુંટણી થવાની છે જેથી ત્યાના નેતાઓને પણ મંત્રાલયમાં સ્થાન અપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સાથે બંગાળના ભાજપના નેતાઓને પણ તક મળી શકે છે.
આ સાથે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો JDU અને અપના દલના નેતાઓનો પણ મંત્રાલયમાં સમાવેશ થશે. સાથે સાથે એલજેડીને સ્થાન મળશે કે નહી તે અંગેની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં મોદી મંત્રાલયમાં કુલ ૫૩ મંત્રીઓ કાર્યરત છે. સાથે ૮૧ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જેમાં લગભગ ૨૦ થી ૨૨ નવા મંત્રીઓને જગ્યા મળશે. સાથે મંત્રાલયની ફેરબદલી થાય તે અંગેની પણ શક્યતાઓ સેવાઈ રહી છે.
પહેલા પણ પીએમ મોદીએ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. તે પહેલા મંત્રીઓના કામકાજ અંગેની જાણકારી મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના યુનીટે રાજ્યો પાસેથી પણ વિવિધ નેતાઓની પ્રોફાઈલ તપાસી હતી. તે સમયથી જ મોદીના મંત્રાલયના વિસ્તરણની અટકળો શરુ થઇ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.