રાજકોટ એ રંગીલુ શહેર કહેવાય છે, તેમજ રંગીલા રાજકોટમાં એક એવા તારલાએ જન્મ લીધો છે, કે જેનો જન્મ જ જાણે ગણતરીઓ કરવા માટે થયો લાગે છે. રાજકોટનાં એક ભાઇ, કે જેમને આપ ગમે તેટલા અંકોની ગણતરી કરવાનુ કહેશો તો તે વગર કેલ્ક્યુલેટરે કરી નાંખે છે. આજે અમે તમને જણાવીશું કે આ ભાઇ પર કેવી ભગવાનની કૃપા રહેલી છે.
રાજકોટ શહેર વિશાલભાઈ ના પિતા મનસુખભાઈ માતા હીરાબેન નાગાણી નો દીકરો જેની ઉંમર 32 વર્ષની છે. નામ વિશાલ જે 12 કોમર્સ પાસ કરેલ છે. . આ વિશાલ ને કોઈ પણ આંકડાનો સરવારો ગણતરી ની સેકંડ માં કરી આપે છે. જેના માટે વિશાલ ને લિમ્કા ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ માં નામ નોંધાવેલ છે.
આ વીડિયોમાં તમે પણ જોઇ જ શકો છો, કે એક વ્યક્તિ કેલ્ક્યુલેટરની મદદથી 2 નંબરનો સરવાળો કરે છે, એ પ્રશ્ન સામે રહેલ વ્યક્તિને પૂછે પણ છે, તેમજ એ તેનો સાચો ઉત્તર પણ આપે છે. આપણને જ્યાં નાની નાની ગણતરી કરવાં માટે મશીનનો ઉપયોગ કરવો પડે છે, ત્યારે આ ભાઇને મોટી-મોટી ગણતરીઓ કરવા માટે પણ ફક્ત મગજની જ જરૂર પડે છે.
બોલિવૂડની જાણીતી ઇશ્કઝાદે ગર્લ પરિણીતી ચોપરાએ પણ આ શખ્સને જોઇને કમેન્ટ પણ કરી હતી, એ પણ આ શખ્સની શક્તિ પર ફીદા થઇ ગઇ હતી. પરિણીતીએ આ શખ્સનાં ટેલેન્ટની ખુબ જ પ્રશંસા કરી હતી.
3 અંકનો સરવાળો આંખના પલકારામાં જ કરી લે એવા ભગવાનનાં કૃપાશીષ આ ભાઇને મળેલ છે. આ વીડિયો વિરલ ભયાણીએ જ એમનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શૅર કર્યો છે તેમજ એમાં ખુબ જ કમેન્ટ્સ પણ આવી ચૂકી છે.
ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુનિતા વિલિયમ્સ, પરેશ રાવલ, પરવીન બાબી, નરેન્દ્ર મોદી, રવિન્દ્ર જાડેજા, કાનજી ભૂટા બારોટ, જેવા અમુલ્ય રત્નો પણ આપ્યા છે, તેમજ હવે આ એક રત્ન ગુજરાતનાં ખોળે ઉછરી રહ્યું છે, ત્યારે એમને જોઇને ફક્ત એટલુ જ કહેવાનું મન થાય કે ધન્ય છે આપની આ કળાને.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP