હાલમાં જ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક વ્યક્તિ છેલ્લા ઘણાસમયથી કાચું માંસ ખાતો હોય તેવો વિડીઓ વાયરલ (Video viral) થયો છે. તે વ્યક્તિનો દાવો છે કે, કાચું માંસ ખાવાથી તેની ઘણી ત્વચાની બીમારીઓ ઠીક થઈ ગઈ હતી. તે કહે છે કે પહેલા તે શાકાહારી હતો પરંતુ એક વર્ષથી તેણે માંસ ખાવાનું શરૂ કર્યું છે. અગ્નિની શોધ પહેલાં, આદિ માનવ પણ પ્રાણીઓનું કાચું માંસ ખાઈને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. જયારે આજના સમયમાં માંસને વિવિધ સ્વાદ સાથે રાંધવામાં આવે છે અને ખાવામાં આવે છે, ત્યાં આ વ્યક્તિ દરરોજ માત્ર કાચું માંસ જ ખાય છે.
View this post on Instagram
આ વ્યક્તિ એ જોવા માંગે છે કે શું તે કાચું માંસ ખાવાથી બીમાર પડી શકે છે? કે સ્વાસ્થ્યમાં સુધારો આવે છે? આ વ્યક્તિ @rawmeatexperiment નામનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ચલાવે છે અને દરરોજ કાચું માંસ ખાતા તેના વીડિયો પોસ્ટ કરે છે. સોમવારે કરવામાં આવેલી એક પોસ્ટમાં વ્યક્તિએ દાવો કર્યો છે કે તે છેલ્લા 81 દિવસથી આ જોખમી પ્રયોગ કરી રહ્યો છે. તે વ્યક્તિ દરરોજ વિવિધ પ્રકારના માંસના મોટા ટુકડા ખાતા તેનો વીડિયો પોસ્ટ કરે છે.
મળતી માહિતી અનુસાર અત્યાર સુધી તેણે કાચો સૅલ્મોન, કાચો ગ્રાઉન્ડ બાઇસન (અમેરિકન પ્રાણી), લેમ્બ લેગ અને વાગ્યુ સ્ટીક ખાધું છે. તે માંસની સાથે દરરોજ કાચું દૂધ અને કાચું ઈંડું લે છે. આ માંસાહારી વ્યક્તિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાં લખ્યું છે કે તે દરરોજ કાચું માંસ ખાય છે. વ્યક્તિએ લખ્યું, ‘હું બેક્ટેરિયાથી મરી ન જાઉં ત્યાં સુધી હું દરરોજ કાચું માંસ ખાતો રહીશ.
View this post on Instagram
રવિવારે આ વ્યક્તિએ તેનો કાચી સૅલ્મોન માછલી ખાતો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે વીડિયોને કેપ્શન આપ્યું, ‘આજે નાસ્તામાં સૅલ્મોન છે. રીંછને સૅલ્મોન ગમે છે, તે ખૂબ જ સ્વસ્થ છે. મેં ક્યારેય હૉસ્પિટલમાં જંગલી રીંછ જોયા નથી, આનો અર્થ એ છે કે કાચું સૅલ્મોન ખાવું ખૂબ સારું છે. માછલી ખાવી એ કેન્ડી ખાવા જેવું છે. હું કેન્ડી ખાવા કરતાં કાચું સૅલ્મોન ખાઉં છું.
View this post on Instagram
આ માણસે કાચું માંસ ખાવાથી તેના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસરોનો ઉલ્લેખ કર્યો નથી. એક વ્યક્તિ ઑનલાઇન ભંડોળ જમા કરે છે અને દાવો કરે છે કે કાચું માંસ ખાવાથી તેના સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. અહેવાલ અનુસાર, પોડકાસ્ટ માર્ક બેલના પાવર પ્રોજેક્ટના એક એપિસોડમાં, અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે, તે હંમેશા પ્રોસેસ્ડ ફૂડ ખાઈને કંટાળી જાય છે. તેણે કહ્યું, ‘મેં દસ વર્ષ સુધી શાકાહાર અપનાવ્યો. હા, ક્યારેક હું બહાર જતો ત્યારે માંસ ખાતો હતો, પણ હું માનતો હતો કે તમને શાકભાજી માંથી જરૂરી પોષણ મળે છે.’
વ્યક્તિએ આગળ કહ્યું, ‘હું કેટલાક શાકાહારી ગુરુઓને પણ અનુસરતો હતો.આજથી માત્ર એક વર્ષ પહેલાં, મને પહેલીવાર ખબર પડી કે માંસ ખરેખર એક આરોગ્યપ્રદ ખોરાક છે. આ વ્યક્તિએ દાવો કર્યો કે તે 15 વર્ષનો થયો ત્યારથી તેને થાક, ખીલ, ચામડીના રોગોની સમસ્યા હતી, પરંતુ તેણે કાચું માંસ ખાવાનું શરૂ કરતાં જ આ બધી સમસ્યાઓ ખતમ થઈ ગઈ. તે માણસે કહ્યું, ‘હું ત્યારથી આખો સમય માંસ અને ઇંડા ખાઉં છું.’
View this post on Instagram
કાચું માંસ ખાવું ફાયદાકારક હોવાના માણસના દાવા છતાં, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, માંસને યોગ્ય રીતે રાંધ્યા પછી ખાવું જોઈએ. મેન્સ હેલ્થ હેલ્થ એક્સપર્ટ જેફ નેલ્કેન સાથે વાત કરતા જણાવ્યું કે, કાચા માંસમાં તમામ પ્રકારના બેક્ટેરિયા હોય છે જે આપણને બીમાર કરી શકે છે. “કાચું માંસ ખાવાથી તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે અને લોહીવાળા ઝાડા, પેટમાં ખેંચાણ અને ઉલ્ટી થઈ શકે છે,”
જેફ નેલ્કેન ભલામણ કરે છે કે, માંસને યોગ્ય તાપમાને રાંધવાથી હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે. માંસ ખાવાની આ સૌથી સલામત રીત છે. તે જણાવે છે કે ડુક્કરનું માંસ અને બીફ 145 ડિગ્રી ફેરનહીટ અને મરઘાંને 165 ડિગ્રી ફેરનહીટ પર રાંધવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.