આઇસર પાછળ ટ્રેલર ઘુસી જતા ચાલકનું કેબિનમાં જ મોત- પતરાં ચીરીને બહાર કઢાયો મૃતદેહ

અમદાવાદ(Ahmedabad): રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. ત્યારે આજરોજ ફરી એક વખત શહેરના બરોડા એક્સપ્રેસ હાઇવે(Baroda Express Highway) પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. ગત મોદી રાત્રીએ સર્જાયેલા અકસ્માતમાં ટ્રેલર ચાલકે આઇસરને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રેલર ચાલકની કેબિનમાં આગ લાગતા ટ્રેલર ચાલક જીવતો ભડથું થઈ ગયો હતો. અને કેબીનમાં જ તેનું કરુણ મોત થયું હતું અકસ્માત બાદ ટ્રેલર પાછળ ટેન્કર અથડાઈ ડિવાઈડર તોડી સામેની બાજુ પર પર જતું રહ્યું હતું. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. જોકે, આઇસર ચાલક ફરાર છે.આ અંગે દસક્રોઈ ના કણભા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ઘટના અને પોલીસના જણાવ્યા અનુસાર, ગત 2 ફેબ્રુઆરીની રાત્રે હરણીયાવ ગામની સિમ પાસેથી પસાર થતા અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઇવે પર પાઇપો ભરેલ ટ્રેલરે આગળ જતી આઇસરને પાછળથી ટક્કર મારતા ટ્રેલરનું કેબિન સળગી જતા ટ્રેલર ચાલક ભડથું થઈ ગયો હતો અકસ્માત બાદ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવી હતી.આગ ઓલવ્યા બાદકેબિનના સળગી ગયેલા ભાગમાંથી ટ્રેલરચાલકની લાશ બહાર કાઢી હતી. ટ્રેલર ચાલકના માથે ગંભીર ઇજાઓ થઈ હતી તેમજ કમરથી ઉપરનો ભાગ બળી ગયો હતો મૃત્યુ પામનાર ટ્રેલર ચાલક 44 વર્ષીય નરેશ જગદીશ મહંતો મૂળ બિહારનો છે.

આઇસર પાછળ ટ્રેલર અથડાયા બાદ ટ્રેલર પાછળ ટેન્કરઅથડાયું હતું .જે ડિવાઈડર તોડી વિરુદ્ધ દિશામાં અમદાવાદ – બરોડા સાઈડ તરફ જતું રહ્યું હતું.ટેલરના ક્લીનર હરજીન્દરસિંહને ઇજાઓ થઈ હતી. કણભા પોલીસે નોંધેલી ફરિયાદમાં ટ્રેલર ચાલકે પુર ઝડપે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી આગળ જતી આઇસરને પાછળના ભાગે ભટકાડી ,માથાના ભાગે ઇજાઓ થતા ટ્રેલર કેબિનમાં આગ લાગતા બળી જતા મરણ પામેલ છે. ટ્રેલર ચાલક વિરુદ્ધ તપાસ કરવા ફરિયાદ નોંધાઇ છે.

ટેન્કર ચાલકે આઇસરને ભટકાડી બાદમાં આઇસર ચાલક ફરાર થઈ ગયેલ છે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં હાજર થયો નથી ત્યારે સવાલો ઉભા થયા છે.ખરેખર પોલીસ ફરિયાદમાં ટ્રેલર ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરીને આઇસરને પાછળના ભાગે ભટકાડાયાનું નોંધાયું છે તો આઇસર ચાલક ફરાર કેમ છે ? સંભવ છે આઇસર રોડ પર પાછળની સાઈડ લાઈટો વગર ઉભી રાખી હોય અકસ્માત બાદ ટ્રેલર ડિવાઈડર તોડી વિરુદ્ધ દિશામાં જતું રહ્યુંુ: આઇશર ચાલક ફરાર થઈ ગયો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *