સોશિયલ મીડિયા (Social media) પર આ દિવસોમાં એક તસ્વીર ઝડપથી વાયરલ (Viral) થઈ રહી છે જેમાં દરેક લોકો મૂંઝવણમાં મુકાય રહ્યા છે. આ તસવીરમાં તમને કેટલીક છોકરીઓ (Girls) જોવા મળશે જે જોઇને સવાલ ઉઠી રહ્યો છે કે આ ફોટોમાં કેટલી છોકરીઓ છે? આ તસવીર સ્વિસ ફોટોગ્રાફર ટિઝિયાના વેર્ગારીએ પોતાના કેમેરામાં કેદ કરી છે. પોઝ આપતી છોકરીઓનો આ ફોટો આ દિવસોમાં સોશિયલ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ ફોટો સોશિયલ મીડિયાના એક પ્લેટફોર્મ પર અપલોડ કર્યા બાદ તરત જ વાયરલ થઈ ગયો હતો અને એક અઠવાડિયામાં હજારો લોકો દ્વારા આ ફોટો શેર કરવામાં આવ્યો છે. પહેલીવાર તસવીર જોઈને તમને લાગશે કે આ ફોટોમાં ઓછામાં ઓછી એક ડઝન છોકરીઓ બેઠી છે અને લાઈનમાં પોઝ આપી રહી છે. પણ એવું નથી અને વાસ્તવિકતા કંઈક બીજું જ છે. તમે જે તસવીર જોઈ રહ્યા છો તેમાં માત્ર બે છોકરીઓ બેઠી છે અને પોઝ આપી રહી છે, બાકીનું કમાલ અરીસો બતાવી રહ્યું છે. આ અરીસો અને કેમેરા એટલો અદ્ભુત બતાવી રહ્યા છે કે ફોટામાં ઓછામાં ઓછી એક ડઝન છોકરીઓ જોવા મળે છે.
તમે આ ચિત્રને માઈન્ડ ગુગલિં પણ કહેવામાં આવે છે. ઓપ્ટિકલ ઈલ્યુઝનને કારણે 13માં નંબરે 2 છોકરીઓ દેખાઈ રહી છે. વાસ્તવમાં પહેલી અને બીજી છોકરી અરીસા સામે બેઠી છે. તેણીની છબી અરીસામાં બનાવવામાં આવી રહી છે અને તેના પ્રતિબિંબને કારણે, તે આટલી સંખ્યામાં દેખાય છે. ફોટોગ્રાફર તિજીઆનાએ પોતાની કોમેન્ટમાં જણાવ્યું છે કે રિયલમાં માત્ર 2 છોકરીઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.