પત્ની-સાસુથી કંટાળી આ પોલીસ વાળાએ મોકો મળતા AK-47થી ઉતારી દીધા મોતને ઘાટ- જાણો વિગતે

પત્નીના સંબંધીઓથી એક પોલીસકર્મી એટલો કંટાળી ગયો હતો કે તેણે ડ્યુટીની AK-47 રાઈફલ થી પત્નીના પરિવારવાળા ઉપર તાબડતોબ ગોળીઓ વરસાવી દીધી. જે સમયે પોલીસ કર્મીએ…

પત્નીના સંબંધીઓથી એક પોલીસકર્મી એટલો કંટાળી ગયો હતો કે તેણે ડ્યુટીની AK-47 રાઈફલ થી પત્નીના પરિવારવાળા ઉપર તાબડતોબ ગોળીઓ વરસાવી દીધી. જે સમયે પોલીસ કર્મીએ ગોળીઓ ચલાવી ત્યારે તે તમામ નિદ્રામાં હતાં. આ ફાયરિંગમાં પોલીસ કર્મીની પત્ની, સાસુ, સાળા અને સાળાની પત્નીનું મૃત્યુ થઈ ગયું છે. આ સનસનીખેજ ઘટના પંજાબના મોગા ની છે.

મોગાના ગામ સૈદ જલાલપુરમાં પંજાબ પોલીસમાં હવાલદાર તરીકે નોકરી કરતા આરોપી સસુર પક્ષ પાસેથી રૂપિયાના લેવડદેવડ મામલે ચાલી રહેલ ગૃહકલેશથી પરેશાન હતો.આવેશ માં આવી તેણે પોતાના જ સંબંધીઓને ડ્યુટીની AK-47 થી તાબડતોબ ફાયરિંગ કરી દીધું.

મળેલી જાણકારી અનુસાર આરોપીએ સસુર પક્ષના લોકો સાથે મળી ડુક્કરનું એક ફાર્મ શરૂ કર્યું હતું. જેના કારણે બંને પરિવારો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આવેશમાં આવી આરોપી કુલવિંદર સિંહે આ ઘટનાને અંજામ આપ્યો. ત્યારબાદ તેણે ખુદ પોલીસ સ્ટેશનમાં જઈ આત્મસમર્પણ કરી દીધું.

ઘટનાની જાણકારી આપતા મૃતકોના સંબંધી સંદીપ સિંહે જણાવ્યું કે કે રાત્રે કોઈ વાતને લઇ તેના પરિવારના અને તેના જીજા કૂલવિંદર સિંહ સાથે ઝઘડો થઈ ગયો. આક્રોશમાં આવી ને કૂલવિંદરે તેના પરિવાર ઉપર સુતી વખતે હુમલો કરી દીધો. આ હુમલામાં કૂલવિંદર ની પત્ની રજવિંદર કૌર, સાળો જસકરણ સિંહ અને સાળાની પત્ની ઇન્દ્રજીત કૌરનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું.65 વર્ષીય સાસુ સુખવિંદર કૌર ને ગંભીર હાલતમાં મોગાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેનું પણ મૃત્યુ થઈ ગયું.

આ બાજુ ઘટનાની જાણકારી આપતા જિલ્લા પોલીસ પ્રમુખ હરમનવિર સિંહ ગિલ એ જણાવ્યું કે હવાલદાર કુલ્વિંદર સિંહને AK-47 વિભાગ તરફથી ડ્યુટી માટે આપવામાં આવી હતી. કુલવિંદર સિંહે પોતાની પત્ની અને અન્ય સાસરિયાઓને પર તેના વડે ફાયરીંગ કરી દીધું. એસએસપી ગિલ એ જણાવ્યું કે આરોપીએ તેના સાસરિયા સાથે મળી એક ડુક્કર નું ફાર્મ ખોલ્યું હતું. જેના પૈસાના લેવડદેવડના મુદ્દે બંને પરિવાર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. તેના લીધે જ કુલવિંદર સિંહે આ ઘટનાને અંજામ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *