કાન એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે. માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય-શ્રવણ છે. આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું. બહેરાશને દૂર કરવાની અનેક દવાઓ અને સર્જરીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે.
કાનમાં થતા દુખાવા માટે ઘરેલું ઉપચારો:
આદુનો રસ સહેજ ગરમ કરીને કાનમાં નાખવાથી ચસકા મટે છે.
મધ ના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.
તેલમાં લસણની કળી કકડાવીને તે તેલના ટીપા કાનમાં નાખવાથી કાનના ચસકા અને કાનની રસી મટે છે.
કાન દુઃખ તો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરીને કાનમાં નાખવાથી દુખાવો અને ચસકા મટે છે .
સફેદ કાંદાના રસના ટીપા રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે .
તેલમાં થોડી રાઈ વાટીને સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.
નાગરવેલના પાનનો રસ ગરમ કરીને તેના ટીપાં નાંખવાથી કાનનો ચસ્કો અને દુખાવો મટે છે .
તલના તેલમાં હિંગ નાખી ઉકાળી તેલના ટીપા કાનમાં નાખવાથી દુખાવો મટે છે .
કાંદાનો રસ અને મધ મેળવી તેના ટીપા નાખવાથી કાનના ચસકા મટે છે.
કાનમાં કોઈ જીવજંતુ પેસી ગયું હોય તો સરસિયાના તેલના ટીપા નાખવાથી તે મટી જાય છે .
તુલસીના રસના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને ચસકા મટે છે .
વરીયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળી તે પાણીની વરાળ દુઃખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનમાં થતો અવાજ મટે છે.
સવારના પેશાબ ના તાજા ત્રણ-ચાર ટીપા કાનમાં નાખવાથી બહેરાશ મટે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP