સેંકડો વર્ષોથી માનવીને બદલે આ વૃક્ષ ભોગવી રહ્યું છે જેલની સજા – જાણો આની પાછળનું ચોંકાવનારૂ રહસ્ય

સોશિયલ મીડિયા પર અવરનવર કેટલીક જાણકારી સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. જ્યારે પણ આપણે આઝાદીની પાછળ રહેલ ભારતનાં ઈતિહાસને જોઈએ તો અંગ્રેજોએ કરેલ જુલ્મને સાંભળી આપણા રૂંવાડા કાંપી જાય છે.

આ દેશને આઝાદ કરાવવામાં અનેક ભારતીય કેદ થયા છે તો કેટલાંક લોકો હસતા-હસતા ફાંસીના ફંદા પર લટકી ગયા હતાં. ઈતિહાસમાં કેટલીક ગિરફ્તારીનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે પણ શું તમે ઝાડની ધરપકડ કરી હોય એવું ક્યારેય સાંભળ્યું છે!

શાં માટે ઝાડને ગિરફ્તાર કરવામાં આવ્યું :
હવે તમને પ્રશ્ન તો જરૂર થશે કે, આખરે ઝાડને ગિરફ્તાર શા માટે કરવામાં આવ્યું હશે, વધારે સમસ્યા હોય તો ઝાડને કાપી દેવાય પણ એક અંગ્રેજ જેલરે નશાની હાલતમાં વૃક્ષને ગિરફ્તાર કર્યું હતું. આજદિન સુધી આ વૃક્ષને મોટી-મોટી ઝંઝીરોથી જકડાયેલુ છે.

આ ઘટના વર્ષ 1898 ની છે કે, જ્યારે પાકિસ્તાન પણ ભારતનો ભાગ હતુ તેમજ ‘સોનાની ચિડીયા’ અંગ્રેજોના પાંજરામાં કેદ હતી. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહમાં આવેલ લંડી કોટલ આર્મી કેંટોનમેન્ટમાં હાજર એક બ્રિટિશ ઓફિસર જેમ્સ સ્ક્વિડે એક દિવસ ખૂબ જ દારૂ પી લીધો હતો.

નશામાં લોથપોથ થઈને એ પાર્કમાં ફરી રહ્યો હતો. અચાનક જ અધિકારીને લાગ્યુ કે, કોઈ વૃક્ષ એની બાજુ આવી રહ્યુ છે તેમજ એ હુમલો કરીને એનો જીવ લઈ લેશે. વૃક્ષ અંગ્રેજોના જુલ્મનું એક નમૂનો એમણે તરત જ મેસના સાર્જેટને હુકમ કર્યો હતો કે, તરત જ વૃક્ષની ધરપકડ કરવામાં આવે. ત્યારપછી ત્યાં હાજર સિપાહીએ ઝાડને ઝંઝીરમાં જકડી લીધુ હતું.

પાકિસ્તાનને તો આઝાદી મળી ગઈ પણ ત્યાંના લોકોએ આ ઝંઝીરોને ઝાડમાંથી કાઢી નહી. ત્યાંના લોકોનું માનવુ છે કે, આ વૃક્ષ અંગ્રેજોના જુલ્મનું એક નમૂના છે. એને જોઈ લોકોને આ વાતનો અંદાજ હશે કે, આખરે કઈ રીતે અંગ્રેજ આપણા લોકો પર જુલ્મ કર્યા કરતા હતા. અંગ્રેજોની હુકૂમતના કાળા કાયદાની યાદ અપાવવાની સાથે જ એમણે ઝાડ પર એક તખ્તી પણ લટકાવીને તખ્તી પણ લખ્યુ છે, ‘I am Under arrest’ લખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *