માત્ર 10,000 રૂપિયાથી પોતાના બીઝનેસની શરુઆત કરનાર આ મહિલાએ સ્ત્રીસમાજ માટે પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ  

મુંબઈમાં મોટી થયેલ નીતા અડ્પ્પાએ કુલ 6 મહિના નોકરી કરીને એટલા માટે નોકરી છોડી દીધી હતી કે, એની આવડતને કોઈપણ જાતના બંધનમાં બાંધવા માંગતી ન હતી. નીતાના લગ્ન થઈ ગયા બાદ જયારે બેંગ્લોર ગઈ ત્યારે ત્યાં એની કોલેજની જુનીયર અનીશા દેસાઈને મળી ત્યારથી એની ઈચ્છાને પાંખો આવી ગઈ.

કુલ 23 વર્ષ અગાઉ બન્ને એ એકબીજાની સાથે મળી ફક્ત 10,000 રુપીયાથી એક બ્યુટી-પ્રોડક્ટની કંપની શરૂ કરી હતી. એમના સપના ખુબ મોટા હતા એટલે મુશ્કેલી પણ એટલી જ આવી પણ એમની ઉમ્મીદ ખુબ મોટી હતી. શરૂઆતમાં કરજ થઈ ગયું હતું.

હાલમાં સમગ્ર દેશમાં કેટલીક પ્રતિષ્ઠિત હોટલ તથા હોસ્પિટલમાં કુલ 10,000 કીટ સપ્લાઈ કરે છે. આની ઉપરાંત તે ઈન્ટરનેટના માધ્યમથી કુલ 5,000 જેટલી વિવિધ પ્રોડક્ટ સીધી જ ગ્રાહકને વેચે છે. પ્રકૃતિ હર્બલની પ્રોડક્ટ જેમ કે, શેમ્પુ, કંડીશનર, હેર માસ્ક, હેર જેલ, ફેસ માસ્ક વગેરેને બનાવવા માટે માત્ર પ્રાકૃતિક સામગ્રી જેવી કે, એલોવેરા, હળદર, તજ વગેરેનો જ ઉપયોગ કરવામાં આવે છે.

ધંધાની શરૂઆત :
મુંબઈમાં આવેલ SNDT યુનિવર્સીટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ થયા બાદ નીતા વર્ષ 1992માં એક દવાની કંપનીમાં નોકરી કરી રહી હતી. કુલ 6 માસ બાદ એની સગાઈ થઇ ગઈ તથા એણે તે નોકરી છોડીને લગ્ન કરી બેંગ્લોર સ્થાયી થઇ ગઈ હતી. એને પોતાની મહેનત પર કંઇક કરવું હતું. આની માટે નીતાએ એના મગજમાં બ્યુટી-પ્રોડક્ટના ક્ષેત્રમાં ઝંપલાવવાનું નક્કી કર્યું ત્યારે એના લગ્ન બાદ એના ચહેરા પર ડાઘા પડી ગયા હતાં જે આવી પ્રોડક્ટની ખરાબ અસરને લીધે થયું હતું.

બેંગ્લોર પહોચ્યા બાદ એને જાણવા મળ્યું કે, અનીશા પણ બેંગ્લોરમાં જ છે. એણે તેનો સંપર્ક કરીને આ ધંધો શરૂઆત કર્યો. શરૂઆતનું વર્ષ શેમ્પુ તથા એલોવેરા મોઇશ્ચુરાઇઝરના સેમ્પલ બનાવવામાં નીકળી ગયા હતા. એના કુલ 2 વર્ષ બાદ વર્ષ 1994માં આ બન્ને એના સેમ્પલ માર્કેટમાં લોન્ચ કર્યા હતા.

આ ધંધાની શરૂઆતમાં સૌથી મોટી સમસ્યા એ હતી કે, એમની પાસે કોઇપણ ગ્રાહક ન હતા તથા એમની પાસે માર્કેટિંગનો અનુભવ પણ હતો નહી. એ માટે એમણે સૌપ્રથમ આ પ્રોડક્ટ એમના પરિવારજનો તથા મિત્રોને આપી. એમાં એમને સકારાત્મક પ્રેરણા મળી તથા એમનાં આત્મવિશ્વાસમાં વધારો થયો. ત્યારપછી એ પાર્લરમાં સેમ્પ્લ વેચવા લાગી અને એમને પહેલો ઓર્ડર પણ મળી ગયો.

આ ઓર્ડર બેંગ્લોરમાં આવેલ નાહર હેરીટેજ હોટલનો હતો. જેને શેમ્પુ તથા મોઈશ્ચરાઈઝરની જરૂર રહેલી હતી. સમયસર ઓર્ડર પૂર્ણ થઈ જવાંથી તથા વસ્તુની ગુણવતા સારી હોવાને લીધે આ હોટેલવાળા એમની જરૂરિયાતની તમામ વસ્તુનો ઓર્ડર એમને આપી દેવામાં આવ્યો હતો. આ રીતે કુલ 18 પ્રોડક્ટની કીટ જેમાં શાવર પ્રોડક્ટ, કાંસકો, જેલ વગેરે આવે છે. વર્ષ 2000 માં તૈયાર કરવામાં આવેલ આ કીટ હવે અન્ય કેટલીક હોસ્પિટલ તથા હોટલમાં મોકલવામાં આવે છે.

રીટેલ માર્કેટમાં સફળતા મળ્યાં એના પહેલાં નીતાએ સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યું હતું. એની પ્રોડક્ટ વિષે નીતા લોકોને ફેસબુકના ઇન્બોક્ષમાં મફતની સલાહ દેવા લાગી હતી. હવે નીતાની છોકરી જેણે તેનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો એ પણ આ ધંધામાં લાગી ગઈ છે.

હવે આ બન્ને માં-દીકરીની જોડ વેબસાઈટ બનાવવાની ઉપરાંત પ્રોડક્ટ રી-ડીઝાઇન પણ કરે છે તેમજ એની પ્રોડક્ટ ને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માર્કેટ માં જગ્યા મળે તેવો પ્રયત્ન કરે છે. હાલમાં જ તેમને તેમની પ્રોડક્ટ નું પેકિંગનો બદલાવ કર્યો છે. આની સાથે જ હવે બાયોડીગ્રેડેબલ પેકિંગ કરે છે. નીતા જણાવતા કહે છે કે, આપણને આપણી જાત પર વિશ્વાસ હોવો જોઈએ. જો તમે જ તમારી જાત પર વિશ્વાસ નહિ રાખો તો લોકો પાસે શા માટે આશા રાખો છો. જો ગ્રાહકને જરૂર હોય તો જ તમારો ધંધો પૂરો કરે છે તો તમને સફળતા જરૂર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *