તમારા શરીરમાં ઘણી જગ્યાએ વાળ હોય છે. ઘણા લોકોને પોતાના વાળ પણ ખૂબ જ પસંદ હોય છે. પરંતુ ખાતી વખતે જયારે મોં માં વાળ આવી જાય તો હાલત ખરાબ થઈ જાય છે. તમે જરા એના વિશે વિચારો કે જેના દાંત અને પેઢા માં વાળ ઊગી નીકળે. ઇટલીની એક મહિલા સાથે આવું જ થયું છે. તેના દાંત અને પેઢા વચ્ચે વાળ ઊગી નીકળ્યા છે.
ઇટલીની એક 25 વર્ષીય યુવતીના મોઢામાં દાંત અને પેઢા વચ્ચે વાળ ઊગી નીકળ્યા છે. આ વાળ ઉગવાની એક ખૂબ દુર્લભ બાયોલોજીકલ સ્થિતિ છે. તેને લઈને ડોક્ટરો પણ હેરાન છે. ડોક્ટરોને પણ સમજણમાં નથી આવી રહ્યું કે આના પાછળનું કારણ શું છે?
ઇટાલીના ડોકટરનું માનવું છે કે તેના માટે પોલીસિસ્ટિક ઓવરિ સિન્ડ્રોમ નામની દુર્લભ બીમારી જવાબદાર હોઈ શકે છે. કેટલાક ડોક્ટરોએ તેને ગિંગીવલ હર્સુટીઝમ બીમારી પણ જણાવી રહ્યા છે. આ રોગમાં શરીરમાં એ ભાગમાં વાળ ઊગી નીકળે છે જ્યાં ન હોવા જોઈએ. જોકે ડોક્ટરોને હજુ સુધી તેનું સાચું કારણ ખબર પડી નથી.
પોલીસિસ્ટિક ઓવરિ સિન્ડ્રોમ બીમારીને લઇને લોકોના શરીરમાં એ અંગોમાં પણ વાળ ઊગી નીકળે છે જ્યાં ન હોવા જોઈએ. તેનો ઈલાજ દસ વર્ષ સુધી ચાલે છે. આ ઇલાજમાં હોર્મોન્સના સ્ત્રાવને સુધારવામાં આવે છે. ઇટલીની આ મહિલા 2009માં પણ ગળામાં વાળ ઉગવાની સમસ્યાને લઇને ડોક્ટર પાસે ગઇ હતી.
ઇટલીની જે મહિલાના મોઢામાં અંદર દાંત વચ્ચે વાળ ઊગી રહ્યા છે તેને ૧૫ વર્ષની ઉંમરમાં ટેસ્ટોરેન વધારે હોવાની મુશ્કેલી સામે આવી હતી. પરંતુ તેનો ઈલાજ થઈ ચૂક્યો છે.ડોક્ટરો હવે તેના દાંતના મૂળ ની તપાસ પણ કરી રહ્યા છે પરંતુ કોઇ કારણ સામે આવી રહ્યું નથી.
આવું દુનિયામાં પહેલીવાર છે જ્યારે કોઇ મહિલાને આ બીમારી થઈ છે. આના પહેલા દુનિયામાં આ બીમારીથી પીડિત પાંચ પુરુષ જ છે. આ પુરુષોના મોઢા ની અંદર દાંતો વચ્ચે વાળ ઊગી નીકળ્યા હતા.
ડોક્ટરનું હજુ સુધી આ જ માનવું છે કે આ મહિલા ગીંગીવલ હર્સુટીઝમ બીમારીથી પીડિત છે.આ બીમારી અને તેનાથી પીડિત લોકો વિશે એક વિશેષ રિસર્ચ રિપોર્ટ ઓરલ પેથોલોજી જનરલમાં હાલમાં જ પ્રકાશિત થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.