હિન્દુ ધર્મમાં ઘણી પૌરાણિક માન્યતાઓ જોવાં મળે છે. મહિલાઓ આ માન્યતાઓને લીધે ઘણી વસ્તુઓ સ્વીકારે પણ છે તથા નથી પણ સ્વીકારતા. ત્યારે હિન્દુ ધર્મમાં ગ્રંથોનું માનીએ તો પરણીત મહિલાઓએ ક્યારેય પણ સુર્યાસ્ત બાદ અમુક કાર્ય ભૂલથી પણ ન કરવાં જોઈએ.
કારણ કે એવાં કાર્યો કરવાંથી ખરાબ આત્માઓનો શરીર પર તથા ઘર પર ખરાબ પ્રભાવ પણ પડે છે તથા તમામ કાર્યને સમય મુજબ કરવાંથી એનાં લાભ પણ મળે છે. તેમજ તમામ કાર્ય કરવાં માટે ઘણાં નિયમો પણ બનાવવામાં આવ્યા છે.
હિન્દુ ધર્મમાં એવું જણાવવામાં આવ્યું છે, કે સુર્યાસ્ત બાદ ખરાબ આત્માઓ બહાર નીકળતાં જ એમની શક્તિઓ વધારો જતો હોય છે. જેને લીધે જે યુવતીઓનાં લાંબા તથા ખુબસુરત વાળ હોય એમને ખરાબ આત્માઓ પોતાનો જલ્દીથી શિકાર બનાવે છે.
આની માટે વાળને સાંજનાં સમયે છુટા ન રાખવાં જોઈએ. રાત્રે વાળને ખુલ્લા પણ ન રાખવાં જોઈએ. સુર્યાસ્ત બાદ છોકરીઓએ પોતાનાં વાળની ચોટી બનાવી લેવી જોઈએ તેમજ બાંધી પણ લેવાં જોઈએ. એને પરિવારનાં લોકોની માટે ઘણું ખરાબ માનવામાં આવે છે.
બીજી બાજુ માન્યતા પ્રમાણે પૂર્ણિમાની રાત્રે વાળમાં કાંસકો ફેરવવો જોઈએ નહીં. એવું પણ કહેવામાં આવે છે, કે પૂર્ણમાસી એટલે કે સંપૂર્ણ ચાંદની રાત્રે વાળને જો બારીની પાસે ઉભા રહીને ઓળવામાં આવે તો આપ પોતે જ ખરાબ આત્માઓને બોલાવી રહ્યા છો તથા આપ પોતાનું જ અહિત કરી રહ્યા છો.
મહિલાઓ જો પોતાનાં વાળમાંથી ઘૂસ કાઢતી વખતે જો હાથમાંથી કાંસકો પડી જાય તો એને અશુભ માનવામાં આવે છે. જો આપનાં હાથમાંથી કાંસકો પડી જાય તો એવું પણ માનવામાં આવે છે, કે આપને જલ્દી જ કોઈ ખરાબ સમાચાર મળવાનાં છે.
આની સિવાય મહિલાઓએ પોતાના વાળને ગમે ત્યાં ફેંકવા પણ ન જોઈએ. આની સિવાય મહિલાઓ જ્યારે ઘરમાં વાળ ઓળાવે ત્યારે ખરેલા વાળને ઘરમાં જ્યાં ત્યાં પણ ફેકવાં ન જોઈએ. આનાંથી ઘરમાં પરિવારનાં લોકોની વચ્ચે સતત ઝઘડો વધી શકે છે.
આની સિવાય વાળ કોઈપણ ખોટી વ્યક્તિનાં હાથમાં લાગી જાય તો એનો ખોટો ઉપયોગ એટલે કે જાદુ માટે પણ થઈ શકે છે.એક બીજી માન્યતા અનુસાર માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ તો વાળને ધોવાં પણ ન જોઈએ. મહિલાઓનાં પીરીયડ એટલે કે માસિક ધર્મ દરમિયાન વાળને ધોવાં પણ ન જોઈએ.
કારણ કે એવું કહેવામાં આવ્યું ,છે કે એ સમય ગાળા દરમિયાન છોકરીઓ વાળ ધોવે તો પાગલ પણ થઇ શકે છે. એવું પણ માનવામાં આવે છે, કે જો માસિક ધર્મ દરમિયાન વાળને રાત્રે ધોવામાં આવે તો તમારું બ્લડ લોસ પણ વધારે થશે તેમજ તમે બીમાર પણ પડી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews