વસંત પંચમીના દિવસે ન કરવા જોઈએ આ કામ, માતા સરસ્વતી થઇ જશે નારાજ

આજનો વસંતપંચમીનો દિવસ જ્ઞાનની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.માન્યતા છે કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા…

આજનો વસંતપંચમીનો દિવસ જ્ઞાનની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.માન્યતા છે કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ અને જ્ઞાન વધે છે. વસંતપંચમીના દિવસે સ્નાનનું પણ ખાસ મહત્વ માનવામાં આવે છે. આ વખતે વસંત પંચમી ૨૯ મી જાન્યુઆરીના રોજ છે.

આ દિવસથી વસંત ઋતુની શરૂઆત પણ થઈ જાય છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આજના દિવસે કેટલાક કાર્યોને વર્જિત માનવામાં આવે છે. એટલા માટે કેટલીક વસ્તુઓ ભુલથી પણ ન કરવી જોઈએ.

આ દિવસે ભૂલથી પણ કાળા અને લાલ રંગના કપડા ન પહેરવા જોઈએ. વસંત પંચમીના દિવસે પીળા રંગના કપડાં પહેરવાનું વધારે મહત્વ હોય છે.

આ દિવસે માસ માછલીથી દૂર રહેવું જોઈએ. ફક્ત સાત્વિક ભોજન જ કરો. વસંત પંચમીના દિવસે દારૂનું સેવન ન કરવું જોઈએ.

વસંત પંચમી પાક અને હરિયાળી નો તહેવાર છે.એટલા માટે આ દિવસે વૃક્ષ કે પાક ન કાપવો જોઈએ. ઘરમાં રહેલા છોડને પણ કોઇ પ્રકારનું નુકસાન ન કરવું જોઈએ.

વસંતપંચમીના દિવસે સ્નાન કર્યા વગર કોઈપણ કાર્ય ન કરો.સવારે ઊઠીને સૌથી પહેલા સ્નાન કરી માતા સરસ્વતીની પુરા વિધિ-વિધાનથી પૂજા કરો અને ત્યારબાદ જ કશુંક અન્ન ગ્રહણ કરો.

આ દિવસે ગુસ્સો કરવાથી બચો અને પોતાની વાણી પર કાબૂ રાખો. અજાણતા પણ કોઈનું અપમાન ન કરો અને અપશબ્દો બોલવા થી બચો.

વસંત પંચમી ની પૂજન વિધિ

સવારે વહેલા સ્નાન કરી સરસ્વતી નિબંધ ના કરો.પૂજા સ્થળ પર વાદ્યયંત્ર અને પુસ્તકો રાખો અને બાળકોને પણ તમારી સાથે પૂજા સ્થળ પર બેસાડો.

માતા સરસ્વતીને સફેદ ચંદન અને પીડા તથા સફેદ પુષ્પો જમણા હાથ વડે અર્પણ કરો અને પીળા રંગના ફળ ચડાવો.

માં સરસ્વતી ના મૂળ મંત્ર ૐ એ સરસ્વતીએ નમઃ મંત્રનો જાપ માળા ફેરવતી વખતે કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *