રખડતા કૂતરાઓને લઇને દિલ્હી હાઈકોર્ટમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અદાલતે આ વાત પર સમંત થતા કહ્યું કે રખડતા કૂતરાઓને પણ ભોજનનો અધિકાર છે. હાઈકોર્ટે કહ્યું કે નાગરિકોને માણસો સાથે રહેતા કૂતરાઓને ખવડાવવાનો અધિકાર છે. કોર્ટના આ નિર્ણયથી પશુપ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.
વેટરનરી વિદ્યાર્થી વિભા તોમરે આ નિર્ણયને તેના માટે એક સિદ્ધિ માન્યો છે. રસ્તા પર રહેતા અને રખડતા કૂતરાઓને ખોરાક આપવા અંગે માર્ગદર્શિકા આપતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે કૂતરો એ માણસોની વચ્ચે રહેતું એક પ્રાણી પણ છે. રસ્તા પર રખડી રહેલા કુતરાને ભોજન આપવું જોઈએ કારણ કે ત્યાં કોઈ માણસ તેમને ખાવાનું આપવા આવતા નથી.
વેટરનરી કોલેજના વિભા તોમર એક પ્રાણી પ્રેમી છે અને શેરીમાં રખડતાં કૂતરાઓને ખોરાક પૂરો પાડે છે. વિભાએ કહ્યું કે હાઇકોર્ટનો આ નિર્ણય ખૂબ મહત્વનો છે. અમારી જેમ કુતરાને પણ જીવવા અને ખાવાનો અધિકાર છે. વિભા તોમરએ વેટરનરી કોલેજની વિદ્યાર્થીની છે. તે દરરોજ 500 થી વધુ રખડતાં કૂતરાઓને ખવડાવે છે. આ ઉપરાંત વિભા જૂના ટાયરોની મદદથી શેરીના કૂતરાઓને રહેવા માટેની પણ વ્યવસ્થા કરે છે.
Delhi | Veterinary student Vibha Tomar feeds stray dogs daily.
“Delhi HC’s order of right to food for dogs is an achievement for us. Like us, strays also require food. Places should be decided for feeding strays so that they get food without any conflict,” she said (02.07) pic.twitter.com/nRGGvztgoL
— ANI (@ANI) July 3, 2021
માણસોની સાથે સાથે પ્રાણીઓ પણ સુરક્ષાની જરૂરિયાત અનુભવે છે. આવી સ્થિતિમાં કોર્ટનો નિર્ણય ખૂબ મહત્વનો છે. વિભાની જેમ હજારો પશુપ્રેમીઓ આ નિર્ણયથી ચોંકી ગયા છે. તે જ સમયે કેટલાક લોકો એવું પણ કહેતા હોય છે કે શેરી કૂતરાઓને ખોરાક આપવાની સાથે તે સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે કે તેઓ કોઈને નુકસાન ન પહોંચાડે અને અન્ય ઘટના ન ઘટે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.