બરવાનીનો ‘મોગલી’ ચડ્ડી પહેરીને સ્કૂલે જાય છે. ચડ્ડી પહેરેલો બાળક હવે કોલેજનો વિદ્યાર્થી થઇ ગયો છે. ગત વર્ષે તેણે બરવાની સરકારી કોલેજમાં બીએ પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો હતો. આ વર્ષે તે બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેનું સાચું નામ કન્હૈયા અવાસ્ય છે. બાળપણમાં જ્યારે માતા તેને કપડાં પહેરાવતી ત્યારે તે ઉતારીને ફેંકી દેતો કે ફાડી નાખતો. એ જ રીતે કન્હૈયાએ એક જ ‘ડ્રેસ કોડ’માં 5મી સુધી અભ્યાસ કર્યો હતો. જોકે, કોલેજ જતી વખતે કન્હૈયા ટુવાલ લપેટી જાય છે. જો કોઈ કપડા પહેરવાનું કહે તો તે 3-4 દિવસ તેની સાથે વાત પણ નથી કરતો.
તેની માતાએ કહ્યું હતું કે, કન્હૈયા 5 વર્ષનો હતો ત્યારે, જો હું કપડાં પહેરાવતી ત્યારે તે તેને ઉતારીને ફેંકી દેતો. ક્યારેક તે કપડાં પણ ફાડી નાખતો. ત્યારે અમે વિચાર્યું કે તે શાળાએ જશે ત્યારે કપડાં પહેરશે, પરંતુ તેને એવું કશું જ ન કર્યું. ત્યારબાદ પિચોરીની કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશચંદ સરાફ અમારા ઘરે આવ્યા. શિક્ષકે કહ્યું કે તેને શાળાએ મોકલો, કોઈ તેને કંઈ કહેશે નહીં. તે જેની સાથે રમે છે તે બાળકો સાથે શાળા એ આવશે અને આ રીતે તેને પ્રવેશ મળ્યો. વાંચતા-લખવાનું તેનું સારું હતું.
ત્યારપછી તેને ગામથી દૂર કથોરામાં મિડલ સ્કૂલમાં પ્રવેશ મળ્યો. અહીં પણ કપડાંની વાત આવી. વર્ગમાં છોકરા-છોકરીઓ એક સાથે ભણતા. આવી સ્થિતિમાં શિક્ષક એલેક્સ થોમસ આગળ આવ્યા. તેણે યુનિફોર્મ આપ્યો, પણ પહેર્યો નહીં. તે ચડ્ડી પહેરીને જ શાળાએ જતો હતો. જયારે ચડ્ડી પહેરીને શાળામાં આવવાની ના પાડવામાં આવી ત્યારે મેં કલેકટરને આ અંગેની જાણ કરી શાળામાં ચડ્ડી પહેરીને પ્રવેશ આપવામાં આવે ત્યાર બાદ કલેકટરે મંજુરી આપી હતી.
કોલેજમાં એડમિશનની વાત આવી ત્યારે થોમસ સર અને શિક્ષક રમેશચંદ સરાફ મને કોલેજમાં લઈ ગયા. શહીદ ભીમ નાયક સરકારી અનુસ્નાતક કોલેજના આચાર્ય સહિત પ્રોફેસરો સાથે વાત કરી હતી. તેના વિશે જણાવ્યું. એ પછી તેને બી.એ.માં એડમિશન મળ્યું. ત્યાં છોકરીઓ પણ સાથે ભણે છે, પણ તે એ જ રીતે કોલેજ જાય છે. જો કે ગયા વર્ષે કોરોનાને કારણે મોટાભાગના વર્ગો થયા ન હતા. આ વર્ષે તે જાય છે, આ જ રીતે તે કોલેજ જાય છે. કોઈ કશું બોલતું નથી. મને લાગે છે કે જો ભળી ગણી ને હોશિયાર થશે તો પછી કદાચ સમજણ વધશે તો કપડાં પહેરવાનું શરૂ કરી દેશે.
કોલેજમાં કન્હૈયાને ખુબ જ સમર્થન મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા તેને ક્યારેય કપડા વિશે કશું જ કહેવામાં આવતું નથી. જેનાથી તેના હૃદયને ઠેસ પહોંચે. ક્યારેક શિક્ષક તેને પ્રોત્સાહિત કરવા માટે કપડાં ન પહેરવાનું કારણ પૂછે છે, તો તે 2-3 દિવસ સુધી કૉલેજ જતો નથી. કોલેજમાં સારા વાતાવરણને કારણે તે દર વર્ષે ફર્સ્ટ ડિવિઝનમાંથી પાસ આઉટ થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.