આ ત્રણ કંપનીઓમાં રોકાણ કરનારા રાતોરાત બન્યા કરોડપતિ- એક લાખના સીધા બે કરોડ થયા

રોકાણકારો(Investors) શેરબજાર (Stock market)માં નાણાંનું રોકાણ કરીને કરોડપતિ પણ બની શકે છે. પરંતુ તેમાં ધીરજ રાખવી ખુબ જ જરૂરી છે. ત્યારે આજે અમે તમને એવા ત્રણ ક્વોલિટી સ્ટોક્સ વિશે જણાવી રહ્યા છીએ, જેણે લાંબા સમય સુધી તેમના રોકાણકારોને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું છે. આ ત્રણ શેરો ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ(Godrej Consumer Products), ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ(Triveni Engineering & Industries) અને ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(Transport Corporation of India) છે.

1 લાખનું રોકાણ 2 કરોડ રૂપિયાનું થઈ ગયું:
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેરની કિંમત 22 જૂન, 2001ના રોજ 4.10 થી વધીને આજે 5 ઓગસ્ટ, 2022ના રોજ બપોરે 3:30 વાગ્યે ₹874.00 થઈ ગઈ છે. એટલે કે, તે આ સમયગાળા દરમિયાન 21,217.07 ટકાનું મલ્ટિબેગર રિટર્ન ધરાવે છે.

તે જ સમયે, ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ 5 જુલાઈ, 2002ના રોજ ₹0.73થી વધીને 5 ઓગસ્ટ, 2022ના રોજ ₹226 થયો હતો. આ સમયગાળા દરમિયાન, ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના શેરે તેના શેરધારકોને લગભગ 30,858.90% નું મલ્ટિબેગર વળતર આપ્યું છે.

ત્યારે બીજી તરફ, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેરની કિંમત જે 24મી જાન્યુઆરી, 2002ના રોજ ₹2.50 હતી તે હવે 5મી ઓગસ્ટ, 2022ના રોજ વધીને ₹725.00 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન આ શેરે લગભગ 28,900.00 ટકાનું મલ્ટિબેગર વળતર આપ્યું છે. એટલે કે, 20 વર્ષ પહેલાં આમાંના કોઈપણ ક્વોલિટી સ્ટોકમાં કરવામાં આવેલ ₹1 લાખનું રોકાણ આજે 2 કરોડથી વધુ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *