જાનમાં હવે આવું કરતાં પહેલા વિચારજો બાકી જેની જાનમાં ગયા તે જેલમાં જશે

Before thinking of doing this now in the WEDDING, the thought of the person whose WEDDING has gone will go to jail

દિવાળી બાદ તરત જ લગ્નની સીઝન શરૂ થઇ જશે. એક દિવસમાં ઢગલાબંધ જાન નીકળશે. જો તમે પણ લગ્ન કરવાના હોવ તો સાવધાન થઇ જાઓ. ક્યાંક તમારા લગ્નની ખુશીઓમાં ખલેલ ન પડે. સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા આ 6 નિયમોની લગ્ન દરમિયાન તકેદરી રાખો નહી તો વરરાજા લગ્ન મંડપ સુધી પહોંચતા પહેલા જેલ ભેગો થઇ જશે.

કેટલાંક નિયમો જૂના છે પરંતુ તેની ઉફેક્ષા થતી હોવાના કારણે સરકાર સખત વલણ અપનાવવાના મૂડમાં છે. જો તમે આ નિયમોનું પાલન નહી કરો તો તમારા લગ્નના રંગમાં ભંગ પડી શકે છે.

ફાયરિંગ

લગ્ન ઉપરાંત અન્ય અવસરો પર પણ સરકારે હર્ષ ફાયરિંગ પર પ્રતિબંધ મુક્યો છે. જો કોઇ સમારોહમાં હર્ષ ફાયરિંગ થાય તો બેંક્વેટ હૉલ સંચાલક અને સમારોહના આયોજક પોલીસને જાણ કરશે. પરંતુ પોલીસને જો ફાયરિંગ વિશે અન્ય કોઇ વ્યક્તિ સૂચના આપે કે પછીથી કોઇ વીડિયો સામે આવે , હર્ષ ફાયરિંગના કારણે કોઇનું મોત થાય કે કોઇ ઘાયલ થાય તો સંચાલક અને આયોજક વિરુદ્ધ સખત કાર્યવાહી થશે.

પ્લાસ્ટિક પર પ્રતિબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર રોક લગાવવાને લઇને ગંભીર છે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અવસરે તેમણે તેના પર સંપૂર્ણ પ્રતિબંધની વાત કરી છે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ પર તેમણે તેનો પ્રચાર કર્યો. જો લગ્ન દરમિયાન પ્લાસ્ટિક મળી આવે તો તેને જપ્ત કરવામાં આવશે. સાથે જ વધુ માત્રામાં પ્લાસ્ટિક મળી આવે તો આયોજક વિરુદ્ધ સખત પગલા લેવામાં આવશે.

રસ્તા પર જામ

હવે રસ્તા પર નાચતા-ગાતા, ખુશી-ખુશી જાન લઇને જઇ રહ્યો હોવ પરંતુ તમે તે વાતની તકેદારી નહી રાખો કે તમારા કારણે રસ્તો જામ થઇ ગયો છે. તેમાં કેટલાંક જરૂરિયાતમંદ લોકો ફસાઇ જાય છે. ઘણીવાર તો ખુદ વરરાજા જ તેમાં ફસાઇ જાટય છે. જો આવું થયુ તો પોલીસ આ મામલે ધરપકડ પણ કરી શકે છે.

આતશબાજી

શિયાળાની ઋતુમાં હવામા પ્રદૂષણની માત્રા વધી જાય છે. ખાસ કરીને લગ્નની સીઝન દરમિયાન સરકારે આતશબાજી પર પ્રતિબંધ મુક્યો છે. જો ક્યાંક આતશબાજી થઇ રહી હોય તો આ મામલે વિસ્ફોટ અધિનિયમ અંતર્ગત આયોજક પર કેસ પણ થઇ શકે છે.

100 મીટર સુધી લઇ જઇ શકાશે જાન

જાન જો મુખ્ય રસ્તા પર હોય તો નક્કી જામ તો થવાનો જ છે. તેને જોતા જ સરકારે એક નિયમ બનાવ્યો છે. જો તમે જાન લઇને જઇ રહ્યાં હોવ તો કોઇપણ સ્થિતીમાં જાન 100 મીટરથી આગળ ન જવી જોઇ. એટલે કે જ્યાં જાન જવાની છે તે જગ્યાથી 100 મીટરના અંતરેથી તમે જાન લઇ જઇ શકો છો.

ડીજે

રાતે 10 વાગ્યા પછી ડીજે વગાડવા પર રોક છે. આ નિયમનું ઉલ્લંઘન કરીને ઘણા લોકો જેલની હવા ખાઇ આવ્યાં છે. પરંતુ તેમાં સરકારે વધુ એક નિયમ જોડ્યો છે અને તે નિયમ અંતર્ગત હવે વધુ મોટા અવાજે ડીજે નહી વગાડી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: