BJPના નેતાની હાજરીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી પડ્યા સેંકડો લોકો, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નામે મીંડુ- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): ઓમિક્રોન(Omicron)ની દહેશનત વચ્ચે દેશ સહિત રાજ્યોમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સામાજિક…

ગુજરાત(Gujarat): ઓમિક્રોન(Omicron)ની દહેશનત વચ્ચે દેશ સહિત રાજ્યોમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સામાજિક અંતર જાળવવાની સલાહ આપવામાં આવે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી(BJP)ના જ નેતા સોશિયલ ડિસ્ટન્સિંગ(Social distance)ના લીરેલીરે ઉડાવી રહ્યા છે. શનિવારના રોજ બોટાદની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના ભૂતપૂર્વ ઉર્જા મંત્રી અને બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ(Saurabh Patel)ની ઉપસ્થિતિમાં સામાજિક અંતરના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા હતા.

કોરોનાને આપી રહ્યા છે તેડા: બોટાદની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં શનિવારના રોજ રાત્રે ધારાસભ્ય દ્વારા નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલર મુનાફ પટેલ અને બોટાદ મત વિસ્તારના ધારાસભ્ય સૌરભ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં. જેમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપવામાં આવતું હોય તેમ ચિક્કાર ભીડ ઉમટી પડી હતી.

25મી ડિસેમ્બરના રોજ રાત્રે ટૂર્નામેન્ટ યોજવામાં આવી હતી: રાજ્યમાં એક બાજુ એમિક્રોન વેરિઅન્ટ અને કોરોનાના વધતા જતા કેસોએ આરોગ્ય વિભાગને દોડતું કરી દીધું છે. જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સરકારના જ જવાબદાર નેતાઓ જનમેદની એકઠી કરીને કોરોના ગાઇડલાઇનના સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યાં છે. 25મી ડિસેમ્બરના રોજ રાત્રે યોજાયેલી આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સેંકડો લોકોની ભીડ ઉમટી હતી. જેમાં સામાજિક અંતર અને માસ્કના નામે મીંડુ જોવા મળ્યું હતું. આ એકથી કરેલી ભીડનો વીડિયો પણ ખુદ સૌરભ પટેલે જ વાયરલ કર્યો હતો.

કોરોના બાદ ઓમિક્રોનના વધતા સંક્રમણની વચ્ચે સૌરભ પટેલનો વીડિયો સરકાર સામે પડકાર રૂપ સાબિત થઇ રહ્યો છે. સૌરભ પટેલની હાજરીમાં સેંકડોની સંખ્યામાં લોકોએ ઉમટી પડીને નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સામાજિક અંતરનો ભંગ કરીને ઓમિક્રોનને ખુલ્લું આમંત્રણ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *