ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણીના મતદાનનો પ્રથમ તબ્બકો ગઈકાલે એટલે કે પહેલી ડીસેમ્બરના રોજ યોજાવવા જઈ રહ્યો છે. ગઈકાલથી જ પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. પરંતુ આ બધા વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મહત્વનું છે કે, ગઈકાલે જ આમ આદમી પાર્ટી AAP ની ગેરંટીની અસલી પત્રિકા જેવી જ નકલી પત્રિકા જેમાં ધર્મને લગતું લખાણ લખીને લોકોને આપવામાં આવી રહી છે, તે પ્રકારના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે.
કેજરીવાલની ગેરંટીની નકલી પત્રિકાઓ વાયરલ:
મહત્વનું છે કે, હજુ ગઈકાલે જ AAP ની અસલી પત્રિકાઓ જેવી નકલી પત્રિકાઓ વાયરલ થવા પામી હતી પરંતુ આ પત્રિકાના અંદરના મુદ્દાઓ અલગ હતા. ત્યારે આ નકલી પત્રિકા વાયરલ થતા આમ આદમી પાર્ટીએ ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે, આ પ્રકારની નકલી પત્રિકાઓ ભાજપ દ્વારા બનાવવામાં આવી છે અને લોકોને આપવામાં આવી રહી છે અને લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે.
કારમાં નકલી પત્રિકા ભરી હોવાનો વિડીયો થયો વાયરલ:
AAP દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી જેવી જ નકલી પત્રિકા બનાવીને દુષપ્રચાર કરી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે ગઈકાલે નકલી પત્રિકાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી, પરંતુ આજે એક અજાણ્યા વ્યક્તિની કારમાંથી આ પત્રિકા મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે,એક કારની અંદર પત્રિકાઓ ભરેલી છે અને આ ભાજપ દ્વારા બનાવવામાં આવેલી નકલી પત્રિકાઓ છે તેવું આમ આદમી પાર્ટીનું કહેવું છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
આવતી કાલે છે પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.