રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દઈશ, ધમકી મળતા સુરક્ષા એજન્સી એલર્ટ મોડ પર- જાણો ક્યાંથી આવ્યો હતો કોલ

ઉત્તર પ્રદેશ(UP)ના અયોધ્યા(Ayodhya)માં રામ જન્મભૂમિ(Ram Janmabhoomi)ને ઉડાવી દેવાની ધમકી(Bomb threat)ને પગલે ખળભળાટ મચી ગયો છે. આ અંગેની માહિતી મળતાં જ સુરક્ષા એજન્સીઓ અહીં એલર્ટ મોડ પર આવી ગઈ છે. નેપાળથી શાલિગ્રામ પથ્થર ઉત્તર પ્રદેશના અયોધ્યા પહોંચ્યો જ્યાં આખો દેશ ઉત્સાહિત અને ખુશ છે. તે જ સમયે, રામ જન્મભૂમિને ઉડાવી દેવાની ધમકી બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું છે.

આ યાત્રા બુધવારે મોડી રાત્રે જનકપુરથી દેવ શિલાને લઈને અયોધ્યા પહોંચી હતી. ગુરુવારે સવારે તેની વિધિવત પૂજા કરવામાં આવી હતી. તેની ખુશી રાજ્ય અને દેશમાં મનાવવામાં આવી રહી છે.

પોલીસને માહિતી આપનાર મનોજ કુમારનું કહેવું છે કે, તે હાલમાં પ્રયાગરાજમાં કલ્પવાસ કરી રહ્યો છે. તેમનું નિવાસસ્થાન રામ જન્મભૂમિની બાજુમાં આવેલા રામલલા સદન મંદિરમાં છે. મનોજે જણાવ્યું કે, સવારે લગભગ સાડા પાંચ વાગ્યે તેમને એક ફોન આવે છે જેમાં ફોન કરનાર કહે છે કે સવારે 10 વાગ્યા સુધીમાં રામ જન્મભૂમિને બોમ્બથી ઉડાવી દેશે. આ પછી મનોજ કુમારે આ અંગે પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

પોલીસને રામજન્મભૂમિને વિસ્ફોટથી ઉડાવી દેવાની માહિતી મળતાં જ તેમણે અજાણ્યા વિરુદ્ધ કેસ નોંધ્યો અને તપાસમાં લાગી ગઈ. જે નંબર પરથી કોલ આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય ગુપ્તચર વિભાગ પણ ધમકી મળ્યા બાદ એલર્ટ મોડમાં છે.

અયોધ્યા સિટીના એસપી મધુવન સિંહએ જણાવ્યું છે કે, આ મામલો રામ જન્મભૂમિ અયોધ્યા પોલીસ સ્ટેશનથી સંબંધિત છે. રામલલા સદનના મનોજ કુમારને સવારે 5 વાગ્યે ફોન આવ્યો હતો અને જેમાં ફોન કરનારે કહ્યું હતું કે, તે દિલ્હીથી બોલી રહ્યો છે અને ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં રામ જન્મભૂમિને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. માહિતી મળતાની સાથે જ કેસ નોંધવામાં આવ્યો અને ધમકી આપનાર શખ્સને શોધવા માટે એક ટીમ તૈયાર કરવામાં  આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *