બાગેશ્વર ધામ(Bageshwar Dham)ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી(Dhirendra Shastri)ના એક સંબંધીને ધમકીનો ફોન આવ્યો છે. જે બાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે લોકેશ ગર્ગને ધમકીઓ મળી છે. લોકેશ ગર્ગે મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના છતરપુર(Chhatarpur)માં ધમકીઓ મળવાની ફરિયાદ નોંધાવી છે. લોકેશ ગર્ગ સંબંધમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પિતરાઈ ભાઈ લાગે છે. તેમના પરિવારના સભ્યોને 13માંની તૈયારી કરી લો… એમ ફોન પર ધમકી આપવામાં આવી છે.
બાબાના સહયોગીઓના જણાવ્યા અનુસાર બાબા આગામી બે કલાકમાં બાગેશ્વર ધામ પહોંચશે. જણાવી દઈએ કે FIRમાં અમર સિંહ નામના અજાણ્યા વ્યક્તિએ ફોન પર ધીરેન્દ્ર શાસ્ત્રીને મારી નાખવાની ધમકી આપી છે. જ્યારે લોકેશ ગર્ગે ધમકી મળતા જ સીધો પોલીસનો સંપર્ક કર્યો હતો. અહેવાલો અનુસાર, મધ્યપ્રદેશના છતરપુરની બમિથા પોલીસે આ મામલે કલમ 506 અને 507 હેઠળ એફઆઈઆર નોંધી છે.
આ મામલે છત્તરપુરના એસપી સચિન શર્માએ જણાવ્યું કે, લોકેશ ગર્ગે અરજી આપી હતી. તેણે કહ્યું કે તેને ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે બે અલગ-અલગ નંબર પરથી વાત કરવાનું કહેવામાં આવ્યું. જ્યારે આ વ્યક્તિ ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે વાત કરી શકતો ન હતો ત્યારે આ વ્યક્તિએ ગુસ્સામાં આવીને કહ્યું હતું કે, તમે ધીરેન્દ્રના તેરમાની તૈયારી કરી લો અને ત્યારબાદ ફોન ડિસ્કનેક્ટ કર્યો હતો.
તેણે જણાવ્યું કે ધમકી આપનાર શંકાસ્પદ વ્યક્તિનું નામ અમર સિંહ છે. હાલમાં તો જે નંબર પરથી ફોન આવ્યો છે તે સિમ ધારકની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ધમકી દેનાર વ્યક્તિની વિરુધમાં IPCની કલમ 506, 507 લગાવી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.