ઉત્તરપ્રદેશ: આજકાલ એવા ઘણા બનાવો સામે આવી રહ્યા છે જેમાં તળાવમાં કે નદીમાં ડૂબી જવાથી મોત નીપજતા હોય છે. આ બનાવો બની જવાથી ઘણા પરિવારોની ખુશીઓ થોડા જ સમયમાં શોકમાં ફેરવાઈ જતી હોય છે. હાલમાં એક એવો જ બનાવ બની ગયો છે અને તેમાં ત્રણ બાળકો પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ થઇ ગયું હતું.
મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશના દેવરિયાના ખાંપરમાં વિસ્તારના ખૈરાટ ગામના ૩ બાળકો નદીમાં ડૂબી ગયા અને તેમના મૃત્યુ થઇ ગયા હતા. જાણવા મળ્યું છે કે, આ ત્રણ બાળકો રમી રહ્યા હતા અને અચાનક નદીમાં પડી જતા મોત નીપજ્ય હતા.
આ બનાવ અંગે જાણ થતાની સાથે જ ગામના લોકો ઘટના સ્થળે પહોચ્યા હતા અને આ ડૂબી ગયેલા બાળકોને પાણીની બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. આ બનાવ ખેરત ગામની ખાનુઆ નદીમાં બન્યો હતો જ્યાં બાળકો રમવા માટે ગયા હતા. જાણવા મળ્યું છે કે, આ બાળકોના નામ બુલબુલ, મોહિત, અંકુશ છે. જેઓ ઘરેથી રમતા-રમતા નદીના કિનારે પહોંચી ગયા હતા. આ દરમિયાન અચાનક આ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા અને આ બનાવ બની ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.