સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. આ મહામારીનો શિકાર સમગ્ર વિશ્વમાં કરોડો લોકો બન્યા છે. જેમાંથી લાખો લોકોના મોત પણ થઈ ચુક્યા છે. સૌથી વધારે સંક્રમીતોની સંખ્યામાં અમેરિકાને પાછળ છોડી ભારત સૌથી આગળ નીકળી ગયો છે.
દેશમાં કોરોનાની સાથે જ ચોરી, લુંટફાટ, સ્ત્રીઓની સાથે થઈ રહેલા શારીરિક તથા માનસિક અત્યાચાર વગેરે જેવી ઘટનાઓમાં સતત વધારો જ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ આર્થિક સંકડામણનો ભોગ બનતા મધ્યમ વર્ગીય લોકો આત્મહત્યા કરી લેતા હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.
હાલમાં પણ આત્મહત્યાની આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. સુરતમાં આવેલ સિટીલાઇટ વિસ્તારના વેપારીઓએ કુલ 4 કરોડની ઉઘરાણી કરતા પિપલોદના જમીનદલાલ આશિષ આનંદ સરાવગીએ 26 ઓગસ્ટનાં રોજ ઊંઘની ગોળી ખાઈ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.
પોલીસે કાપડનાં વેપારી નરેન્દ્ર અગ્રવાલ, વિનય પચેરીવાલ તથા રમણ પચેરીવાલની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વિનય તથા રમણ એ સગાભાઈ છે. પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછ કરતા ઉઘરાણી કરી હોવાની વાત કબૂલવામાં આવી હતી પન ધમકી આપી હોવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.
જમીન દલાલે જાન્યુઆરી મહિનામાં નરેન્દ્રની પાસેથી કુલ 3 કરોડ તથા રમણની પાસેથી કુલ 1 કરોડ ઉછીના લીધા હતા. જે નાણાં પાછા ન આપતા વેપારીઓ કુલ 4 કરોડની ઉઘરાણી માટે જમીન દલાલની વેસુ VIP પ્લાઝામાં આવેલ ઓફિસે તેમજ તેના ઘર પર ગયા હતા. ઉઘરાણી બાબતે બોલાચાલી થતા જમીન દલાલ આશિષ સરાગવીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle