હવે તો ગાંધીના ગુજરાતમાં પોલીસ જ બન્યા બુટલેગર, અમદાવાદના ત્રણ પોલીસ કર્મચારી દારૂ વેચતા પકડાયા

અમદાવાદ શહેરનાં નિકોલમાં અસલી પોલીસ બુટલેગર બની. ઓઢવ પોલીસ દ્વારા દારૂ વેપાર કરતા કુલ 3 પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. 3 પોલીસ કર્મચારીઓએ પોતાની ગેંગ બનાવી પુર્વ વિસ્તાર ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલુ કર્યો હતો. તે સમયે જાણે કોણ છે આ પોલીસ કર્મચારીઓ તેમજ કાયદાનાં રક્ષકમાંથી ભક્ષક કેમ બનવું પડ્યું …

અમદાવાદ શહેરનાં નિકોલ પોલીસ સ્ટેશન પોલીસનાં કોન્સ્ટેબલ રણજીતસિંહ પાવરા તેમજ યુવરાજસિંહ રાઠોડ છેલ્લા કેટલાક સમયથી દારૂની હેરાફેરી કરતા હતા. પણ લોકડાઉનમાં પોલીસે ચેકિંગ કરતા આ પોલીસ કર્મીઓ ભાંડો ફૂટ્યો હતો. એમાં પોલીસ કોન્સ્ટેબલ હિતેષ પટેલ દારૂ જથ્થા સાથે ઝડપાતા આ ત્રિપુટીનો પર્દાફાશ થયો હતો. હિતેષ પટેલની ધરપકડ થતાં આ રણજીતસિંહ પાવરા તેમજ યુવરાજસિંહ રાઠોડ બંને ભાગી ગયા હતા. 6 માસ પછી પોલીસે બાતમીનાં આધારે બંને ઝડપી લીધા છે.

દારૂ કેસમાં પહેલા પકડાયેલ પોલીસ કર્મચારી હિતેષ પટેલ તેમજ રણજીતસિંહ, યુવારજસિંહ નિકોલ પોલીસ સ્ટેશન ડિસ્ટાફમાં ફરજા બજાવતા હતા. પોલીસની ફરજમાં તેઓ લાગ્યું કે, કમાણી તો દારૂનાં ધંધામાં છે તેમજ તેઓ પોલીસમાંથી બુટલેગર બન્યા હતા. આ ત્રિપુટી કાયદાનાં ડર વિના દારૂની હેરાફેરી કરતા હતા. તે સમયે જે તે સમયનાં ઝોન-5 DCP રવિતેજા ધ્યાન પર આ ત્રિપુટી આવતા 3 ની બદલી હેડ ક્વાટ્સ કરવામાં આવી હતી તેમ છતાં ત્રિપુટી દ્વારા દારૂનો વેપલો ચાલુ રાખ્યો હતો તેમજ લોકડાઉનમાં ચેકિંગ આ ત્રિપુટી ગેંગનો ભાંડો ફૂટ્યો હતો.

એક તરફ કાયદાનાં રક્ષક બની ફરજા બજાવતા તેમજ રૂપિયા કમાવવા માટે બુટલેગર બનીને કાયદાનો દુરઉપયોગ કરતા 3 પોલીસ કર્મચારી જેલનાં સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. આ બનાવ સાબિત કરે છે કે, કાયદો બધા ગુનેગાર માટે એક જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *